પડધરીમાં કટિંગ વેળાએ ચાર શખ્સ રૂ.2.16 લાખના દારૂ સાથે પકડાયા

પડધરીમાં કટિંગ વેળાએ ચાર શખ્સ રૂ.2.16 લાખના દારૂ સાથે પકડાયા

પોલીસ તંત્રની સ્ટેટ મોનિટરિંગ સેલ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી દારૂ-જુગારના દરોડાની કાર્યવાહી કરતી હોવાને કારણે બેદરકારી દાખવનાર સ્થાનિક પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ સામે આકરા પગલાં લેવાઇ રહ્યાં છે. તેવા સમયે એસએમસી કોઇ કાર્યવાહી કરે તે પહેલાં જ સ્થાનિક પોલીસ સજાગ બની એક પછી એક દારૂ-જુગારના દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી રહી છે. ત્યારે એલર્ટ થઇ ગયેલી રાજકોટ જિલ્લા પોલીસે સતત ત્રીજા દિવસે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

પડધરી ગામે આવેલી પારસ સોસાયટીમાં પળધેશ્વર મહાદેવ મંદિર નજીકના ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂનું કટિંગ થઇ રહ્યું હોવાની જિલ્લા પોલીસની ગુનાશોધક શાખાને માહિતી મળી હતી. જેના આધારે પીઆઇ વી.વી.ઓડેદરા સહિતની ટીમ તુરંત માહિતી મુજબના સ્થળે દોડી ગઇ હતી.

પોલીસ પહોંચતા વિદેશી દારૂ એક કારમાંથી બીજી કારમાં કટિંગ કરી રહેલા ચાર શખ્સમાં ગભરાટ વ્યાપી ગયો હતો. પોલીસે ચારેય શખ્સની પૂછપરછ કરતા એક રાજકોટના દેવપરાનો ધવલ ઉર્ફે શિવ બકુલ વડનગરા, સુરેન્દ્રનગરના ચુડા ગામનો અકરમ અબ્બાસ જરગેલા, રાજસ્થાનના ભેરૂસિંહ ગણેશ રાવત મીણા અને કિશનલાલ મનોહરસિંહ મીણા હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્થળ પર રહેલી બંને કારમાંથી રૂ.2,16,300ના કિંમતની વિદેશી દારૂની 516 બોટલ કબજે કરી છે. વિદેશી દારૂ ઉપરાંત બે મોબાઇલ, બે મોટરકાર મળી કુલ રૂ.7.36 લાખનો મુદ્દામાલ કબજે કરી ચારેય શખ્સ સામે ફરિયાદ નોંધાવી પડધરી પોલીસ હવાલે કર્યા છે. દારૂ ક્યાંથી અને કોને મગાવ્યો હતો તે સહિતની વિગતો મેળવવા પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow