Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
📌 Rajkot

રાજકોટ જસદણ બાયપાસ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં ચારને ઇજા

Gujaratnow1 min read
રાજકોટ જસદણ બાયપાસ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં ચારને ઇજા

જસદણમાં બાયપાસ રોડ પર આવેલ ખાનપર ચોકડી પાસે વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર 4 લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક જસદણની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા સેવાભાવી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ભાવનગર ખાતે રહેતા સમીરભાઈ અશરફભાઈ બેલીમ, હુસેનશાહ પઠાણ, સાતીરભાઈ નવસારભાઈ બાનવા અને શારભાઈ નજીરભાઈ સૈયદ બધા કાર નં. GJ-04DN-8395 લઈને જસદણ તેમના સંબંધીને ત્યાં વ્યાવહારિક કામે આવતા હતા. ત્યારે વહેલી સવારે જસદણના બાયપાસ રોડ પર આવેલી ખાનપર ચોકડી પાસે પહોંચતા આટકોટ સાઈડથી વીંછિયા તરફ જતા ટ્રક નં. GJ-11Z-6566 નાં ચાલકે કારને હડફેટે લેતા કારમાં સવાર ચારેય વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.

Gujaratnow1 min read

Related News