ઓસામાને મારનાર અમેરિકાના પૂર્વ કમાન્ડરની ધરપકડ

ઓસામાને મારનાર અમેરિકાના પૂર્વ કમાન્ડરની ધરપકડ


પાકિસ્તાનના એબોટાબાદમાં ઘૂસીને આતંકવાદી ઓસામા બિન લાદેનને મારનાર યુએસ નેવી સીલના ભૂતપૂર્વ કમાન્ડર રોબર્ટ જે ઓ'નીલની ટેક્સાસ શહેરમાંથી ધરપકડ કરવામાં આવી છે. નીલ પર દારૂના નશામાં મારપીટ અને અભદ્ર વર્તન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

જો કે, જેલ રેકોર્ડમાં માત્ર મારપીટ કરાયાનો ઉલ્લેખ છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, નીલની ધરપકડના થોડા કલાકો બાદ જ તેને 2 લાખ 88 હજાર રૂપિયાના બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યો હતો.

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર આ પહેલીવાર નથી જ્યારે નીલ પર જાહેરમાં અભદ્ર વર્તન કરવાનો આરોપ લાગ્યો હોય. 2020 માં કોવિડ દરમિયાન, તેમણે માસ્ક પહેરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ ડેલ્ટા એરલાઈને તેના પર પ્રતિબંધ લગાવી દીધો. 2016 માં પણ તેમની સામે નશામાં ડ્રાઇવિંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યા હતા.

નીલ હંમેશા દાવો કરે છે કે તે પોતે એ મિશનમાં સામેલ હતો જેણે ઓસામા બિન લાદેનને મારવા માટે ઓપરેશન ચલાવ્યું હતું. જો કે, યુએસ સરકાર ન તો તેના દાવાને નકારતી નથી કે સમર્થન પણ કરતી નથી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow