પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને હોસ્પિટલમાં કરાયા ઍડમિટ, જાણો કારણ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સોનિયા ગાંધીને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા સોનિયા ગાંધી તેમના પુત્ર રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા, જેમાં રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધીના પગરખાં બાંધતા જોવા મળ્યા હતા. આ ફોટોએ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી હતી.
આ સાથે થોડા દિવસો પહેલા સોનિયા ગાંધીએ ફરી એકવાર રાહુલ ગાંધી સાથે દિલ્હીના મંચ પર ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધી સાથે એક ઈમોશનલ તસવીર શેર કરી છે. ટ્વિટર પર ફોટો શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે હું મારી માતા પાસેથી મળેલો પ્રેમ દેશમાં ફેલાવી રહ્યો છું. 7 સપ્ટેમ્બરે તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા હવે યુપી પહોંચી છે.