યુવાન પુત્રને ગુમાવ્યાનું દુ:ખ ભૂલી પરિવારે પુત્રવધૂને દીકરી સમાન ગણી સાસરે વળાવી

યુવાન પુત્રને ગુમાવ્યાનું દુ:ખ ભૂલી પરિવારે પુત્રવધૂને દીકરી સમાન ગણી સાસરે વળાવી

ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થવાનું છેે. જે કોડભરી કન્યાને હોંશે હોંશે ઘરે લાવ્યા હતા એ કન્યાનો ભરથાર જ ઓચિંતો દુનિયા ત્યજીને મોટા ગામતરે ચાલી નીકળે ત્યારે પુત્રના માતા પિતા અને પુત્ર વધૂના પરિવાર પર શું વીત્યું હોય એ તો જેના પર વીત્યું હોય તેનાથી વિશેષ કદાચ જ કોઇ સમજી શકે. યુવા વયે જ પુત્ર વધૂના સેંથાનું સિંદૂર ભૂંસાઇ ગયું અને પુત્ર ઇશ્વરને પ્યારો થઇ ગયો એ પછી પરિવારે એ કન્યાની આગળની જીંદગીની ચિંતા કરી અને સાસુ, સસરાએ મા બાપ બની વહુને દીકરી સમાન ગણી તેના માટે ભરથારની શોધ ચલાવી અને યોગ્ય પાત્ર શોધી તેનું કન્યાદાન કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું.

ધોરાજીમાં રહેતાં પટેલ સમાજના રણછોડભાઈ બાબરિયાના યુવાન પુત્ર વિનેશભાઈનું યુવા વયે અવસાન થયું હતું. બાબરીયા પરિવાર માટે આ આઘાત વજ્ર સમાન હતો પરંતુ પરિવારે હિંમત ન હારી અને પોતાની પુત્રવધૂને દીકરી સમાન ગણી દિપ્તી માટે યોગ્ય મુરતીયાની શોધ ચલાવી અને જૂનાગઢના વતની એવા યુવાન સાથે શાસ્ત્રોકત વિધિથી ધામેધુમે પરણાવી તેના સંસાર રથને આગળ ધપાવ્યો. એટલું જ નહીં, દીકરીને લાખેણો કરિયાવર આપીને વિદાય કરી હતી. બાબરીયા પરિવારના રાધાબેન , મનહરભાઈ, અશોકભાઈ સહિતના કુટુંબીજનોએ પોતાની પુત્રવધૂને પુત્રીનો દરજ્જો આપી સાસરે વળાવીને સમાજમાં નવી પહેલ કરી છે અને પટેલ સમાજના વિવિધ સામાજીક અગ્રણીઓએ તેની સરાહના કરી છે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow