ફોરેસ્ટ એરિયા પ્રાણીઓ માટે હોય છે, મુલાકાતીઓ માટે નહીં, જંગલ વિસ્તારમાં આવેલા મંદિરો મામલે ગુજ HCની ટિપ્પણી

ફોરેસ્ટ એરિયા પ્રાણીઓ માટે હોય છે, મુલાકાતીઓ માટે નહીં, જંગલ વિસ્તારમાં આવેલા મંદિરો મામલે ગુજ HCની ટિપ્પણી

ફોરેસ્ટ એરિયાના મંદિરોમાં આવતા મુલાકાતીઓ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગીર જંગલના મહાદેવ મંદિરમાં મુલાકાતીઓને મંજૂરી આપવા બાબતે અરજી કરવામાં આવી હતી અને જંગલના મંદિરોમાં 24 કલાક સુધી અવર-જવરની પરમિશન આપવાની માંગ કરવામાં આવી છે. જેમાં ફોરેસ્ટ વિસ્તાર હોવાથી લોકો સૂર્યાસ્ત સુધી જ મુલાકાત લઈ શકે તેવું સરકારી વકીલએ જણાવ્યું હતું. આ મામલે ફોરેસ્ટ એરિયાના મંદિરોમાં આવતા યાત્રાળુઓ પર હાઇકોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. કાઇકોર્ટે કહ્યું કે ફોરેસ્ટ એરિયા પ્રાણીઓ માટે હોય છે, માણસો માટે નહીં. અરજદારની માગ પર હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

ફોરેસ્ટ એરિયાના મંદિરોમાં આવતા યાત્રાળુઓ પર HCની મહત્વની ટિપ્પણી

યાત્રાળુઓને જંગલના મંદિરોમાં કેટલા સમય માટે મુલાકાતની મંજૂરી છે? તેવો સવાલ જરી હાઈકોર્ટે 3 સપ્તાહ માટે સુનાવણી મુલતવી રાખી છે. C.J અરવિંદ કુમાર અને જસ્ટિસ શાસ્ત્રીની બેંચ દ્વારા જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. 24 કલાક મંદિરમાં એન્ટ્રીની પરવાનગી જોઈએ તેવુ અરજદારએ અરજીમાં જણાવ્યું છે.

ફોરેસ્ટ એરિયા પ્રાણીઓ માટે છે માણસો માટે નથી

વધુમાં હાઇકોર્ટે ફોરેસ્ટ એરિયામાં આવેલ મંદિરો અને યાત્રાળુઓને મંજૂરીની વિગતો માંગી યાત્રાળુઓને મંદિરોમાં કેટલા સમય માટે મુલાકાતની મંજૂરી છે? હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ CJ અરવિંદ કુમારએ કહ્યું કે ફોરેસ્ટ એરિયામાં સિંહો ફરશે, તમે નહી! તેમણે એવું પણ કહ્યું કે તમારે તેમના પ્રદેશમાં ફરવું હોય,તો તેઓ આપણા પ્રદેશમાં પણ ફરશે!

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow