જગતમંદિરના શિખર પર એક જ માસમાં બીજી વખત એક સાથે 2 ધ્વજાજીનું આરોહણ કરાયું

જગતમંદિરના શિખર પર એક જ માસમાં બીજી વખત એક સાથે 2 ધ્વજાજીનું આરોહણ કરાયું

બિપરજોય વાવાઝોડા સમયે ભારે પવન સાથે વરસાદની સ્થિતિમાં દ્વારકાધીશ જગતમંદિરમાં એકસાથે બબ્બે ધ્વજાજીનું આરોહણ કરવામાં આવ્યું હતું. જે બાદ શનિવારે સવારે ફરી એક વાર ભારે પવન સાથે વરસાદની સ્થિતિમાં જગતમંદિરના શિખર પર ચઢાવાયેલ એક ધ્વજાજીને ઉતાર્યા વગર ધ્વજદંડની નીચેના ભાગમાં બીજી ધ્વજાજીનું આરોહણ કરાતા એક જ માસની અંદર બીજી વખત એક સાથે બબ્બે ધ્વજાજીનું આરોહણ કરવાનો જ્વલેજ બનતો સંયોગ જોવા મળ્યો હતો.

જગતમંદિરમાં એકસાથે બબ્બે ધ્વજાજીનું આરોહણ
બિપરજોય વાવાઝોડાં દરમ્યાન સર્જાયેલ સંયોગ વખતે સ્થાનીય જાણકારોએ ભગવાનનો શુભ સંકેત ગણાવી બિપરજોય વિપદામાંથી દ્વારકા હેમખેમ બચી જશે તેવો વિશ્વાસ વ્યકત કરેલ જે સાચો ઠર્યો હતો. અષાઢ માસના વરસાદી માહોલમાં ફરીએક વખત આવો સંયોગ થતાં જેને પણ ધરતીપૂત્રો માટે ચોમાસું સારૂ વાના શુભ સંકેત માનવામાં આવી રહ્યો છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow