પહેલીવાર ગુજરાતી અને હિન્દી સહિત 13 ભાષામાં SSC પરીક્ષા

પહેલીવાર ગુજરાતી અને હિન્દી સહિત 13 ભાષામાં SSC પરીક્ષા

સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) પહેલીવાર ગુજરાતી, હિંદી અને અંગ્રેજી સહિત 13 પ્રાદેશિક ભાષામાં પરીક્ષા લેશે. તેની શરૂઆત મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (નૉન-ટેકનિકલ) એક્ઝામિનેશન-2022થી થશે. કમિશને જણાવ્યું હતું કે ઉમેદવારો ઉર્દૂ, તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ, અસમિયા, બાંગ્લા, કોંકણી, મણિપુરી (મૈતેઈ), મરાઠી, ઉડિયા અને પંજાબી ભાષામાં પરીક્ષા આપી શકશે.

એસએસસી કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં ગ્રૂપ-બી (નૉન-ગેઝેટેડ) અને ગ્રૂપ-સી (નૉન-ટેકનીકલ)ની જગ્યાઓ માટે ભરતીની કામગીરી કરે છે. સરકારી પોસ્ટ પર ભરતીની કામગીરી સંભાળતી એજન્સીઓમાં એસએસસીની ગણના સૌથી મોટી એજન્સીઓમાં થાય છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે દરેક ઉમેદવારો માટે સમાન તકોનું સર્જન કરવાના મોદીના વિઝનને અનુસરતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow