રાજ્યમાં પ્રથમ વખત પાવાગઢ પાસે દુર્લભ સફેદ શકરા બાજ પક્ષી દેખાયું

રાજ્યમાં પ્રથમ વખત પાવાગઢ પાસે દુર્લભ સફેદ શકરા બાજ પક્ષી દેખાયું


સામાન્ય રીતે શકરા બાજ શહેરી વિસ્તારમાં જોવા મળે છે, પણ સફેદ રંગનો બાજ દુર્લભ હોય છે. આવા સફેદ રંગના બાજને વડોદરાના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરે કેમેરાના કચકડે કંડાર્યો હતો.શહેરના જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર કાર્તિક ઉપાધ્યાય પાવાગઢ રોડ પર ડ્રાઇવ પર નીકળ્યા હતા ત્યારે દુર્લભ કહી શકાય તેવું પક્ષી જોયું હતું. તેમણે કહ્યું હતું કે, હું પાવાગઢ પાસેના રોડ પરથી પસાર થતો હતો ત્યારે અચાનક અજુગતું લાગે તેવું પક્ષી દેખાતાં કાર ઊભી રાખી હતી. ગાઢ જંગલોથી ઘેરાયેલી ટેકરીની નજીકના વૃક્ષની ટોચ પર બેઠેલું પક્ષી લ્યુસિસ્ટિક પક્ષી એટલે કે શકરો બાજ હતું, જેણે પીંછાઓનો મૂળ રંગ ગુમાવ્યો હતો.

પ્રથમ વખત મધ્ય પ્રદેશના પેંચ નેશનલ પાર્કમાં આ પ્રકારનું શકરા બાજ જોવા મળ્યું
સામાન્ય રીતે શકરામાં રાખોડી કે ભૂરા રંગનાં પીંછાં હોય છે. અસાધારણ સ્થિતિ ખોરાક, ઉંમર, માંદગી, આનુવંશિક પરિવર્તન અથવા કૃષિ ક્ષેત્રોમાં વપરાતા રાસાયણિક જંતુનાશકોને કારણે રંગ ગુમાવ્યો હોઈ શકે છે. દેશમાં આ પ્લુમેજના લ્યુસિસ્ટિક રેપ્ટર્સના થોડા રેકર્ડ જોવા મળ્યા છે.જ્યારે પક્ષીશાસ્ત્રી દેવવ્રતસિંહ મોરીએ જણાવ્યું હતું કે, આ એક દુર્લભ સ્પોટિંગ હતું. ભારતમાં લ્યુસિસ્ટિક- સફેદ રંગનું શકરો પક્ષી બીજી વખત અને ગુજરાતમાં પ્રથમ વખત જોવા મળ્યું છે. પ્રથમ વખત મધ્ય પ્રદેશના પેંચ નેશનલ પાર્કમાં આ પ્રકારનું શકરા બાજ જોવા મળ્યું હતું.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow