જૈન સાધુઓ માટે હાથ જ છે થાળી-ગ્લાસ, દિવસમાં એકવાર જ ખાવા-પીવાનું, સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી કંઈ જ નહીં

જૈન સાધુઓ માટે હાથ જ છે થાળી-ગ્લાસ, દિવસમાં એકવાર જ ખાવા-પીવાનું, સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી કંઈ જ નહીં

જૈન સાધુ શુદ્ધ અને સાત્વિક જીવન જીવે છે

જૈન સાધુ દિવસમાં માત્ર એક વખત ભોજન કરે છે અને એક જ વખત પાણી પીવે છે. ત્યારબાદ આખો દિવસ નહીં.  

ભોજન પણ તેઓ થાળી અને વાડકામાં લેતા નથી અને ગ્લાસમાં પાણી પીતા નથી. જૈન સાધુ હાથથી ખાવા-પીવામાં ઉપયોગ કરે છે. એટલેકે તેમની હથેળી જ તેમની થાળી બની જાય છે અને આ જ ગ્લાસ. તેઓ ક્યાારેય જાતે ભોજન બનાવતા નથી, બસ ઘરમાં રહેલ શાકાહારી, સાત્વિક અને શુદ્ધ ભોજન જ ગ્રહણ કરે છે.  

પાણી પણ ઉકાળેલુ પીવે છે. એટલેકે સાધ્વી જરૂર પોતાની સાથે લાકડીમાંથી બનાવેલા વાડકા રાખે છે, જેમાં ભોજન ગ્રહણ કરે છે.

સાધ્વી માત્ર એક જોડી વસ્ત્ર રાખે છે

ઘણા વર્ષ પહેલા લંડનમાં સાધ્વી સામની પ્રતિભા પ્રજ્ઞાએ એક જાણીતી ચેનલના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ તે અને તેમના જેવી સાધ્વી માત્ર એક જોડી વસ્ત્ર રાખે છે. આ સિવાય મુખ્ય રીતે તેમની પાસે હાથેથી લાકડીમાંથી બનાવેલા ત્રણ પાત્ર, જેમાં તે ભોજન ભેગુ કરે છે અને ખાય છે.

જૈન સાધુ અને સાધ્વીઓનુ જીવન હોય છે કપરું

જૈન સાધુ દરેક પ્રકારના ભૌતિક સંસાધનોનો ત્યાગ કરી દે છે અને ખૂબ સાદગીની સાથે સારું જીવન પસાર કરે છે. ત્યાં સુધી કે વિદેશમાં રહેતા જૈન સાધુ અને સાધ્વીઓ પણ આ પ્રકારનુ કપરું જીવન વિતાવે છે. રહેવાનો આશ્રય અને ભોજન જૈન સમુદાય તેમને પુરું પાડે છે અથવા જૈન ધર્મના મંદિરોની સાથે જોડાયેલા મઠમાં રહે છે.

Read more

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી હાલમાં અમેરિકામાં તેમની આગામી ફિલ્મ 'ધ બેંગાલ ફાઇલ્સ'નું પ્રમોશન કરી રહ્યા છે. તેઓ ત્યાંના ઘણા

By Gujaratnow
લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર સુરક્ષા કવાયત દરમિયાન ડમી બોમ્બ ન મળતાં એક કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ સહિત સાત દિલ્હી પોલીસ કર્મચારીઓને સસ્

By Gujaratnow