દેશમાં અનાજનું ઉત્પાદન 323 MTના સર્વાધિક સ્તરે પહોંચશે

દેશમાં અનાજનું ઉત્પાદન 323 MTના સર્વાધિક સ્તરે પહોંચશે

દેશમાં જૂન મહિનામાં પૂરા થતા ચાલુ પાક વર્ષ દરમિયાન અનાજનું કુલ ઉત્પાદન 323.55 મિલિયન ટનના અત્યાર સુધીના સર્વાધિક સ્તરે જોવા મળે તેવી સંભાવના છે. ચાલુ પાક વર્ષ દરમિયાન ચોખા, ઘઉં તેમજ કઠોળના રેકોર્ડ ઉત્પાદનને પગલે કુલ ઉત્પાદન 320 મિલિયન ટનને આંબવાનો અંદાજ છે.

દેશમાં ઘઉંનું ઉત્પાદન પાક વર્ષ 2022-23 (જુલાઇ-જૂન) દરમિયાન 112.18 મિલિયન ટનના રેકોર્ડ સ્તરે પહોંચે તેવો અંદાજ કૃષિ મંત્રાલય દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ગત વર્ષ દરમિયાન કેટલાક રાજ્યોમાં હીટવેવને પગલે ઘઉંનું ઉત્પાદન આંશિક ઘટીને 107.74 મિલિયન ટન નોંધાયું હતું. અગાઉ પાક વર્ષ 2020-21 દરમિયાન ઘઉંનું ઉત્પાદન 109.59 મિલિયન ટનના રેકોર્ડ સ્તરે રહ્યું હતું. પાક વર્ષ 2022-23 (જુલાઇ-જૂન)ની રવિ સીઝન દરમિયાન અત્યાર સુધી ઘઉંના પાકનો વાવેતર વિસ્તાર પણ 1.39 લાખ હેકટર્સથી વધીને 343.23 લાખ હેકટર્સ થયો છે. આ વર્ષે મોટા પાયે અનાજના ઉત્પાદનને કારણે નિકાસ પણ વધશે.

ઘઉંના વધુ ઉત્પાદનને અંદાજને કારણે સ્થાનિક સ્તરે તેની ઉપલબ્ધતા વધશે જેને કારણે ગઉં તેમજ ઘઉંના લોટની રિટેલ કિંમતમાં પણ ઘટાડો થશે. ગત વર્ષે કિંમતોને અંકુશમાં રાખવા માટે સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે રિટેલ કિંમતોને અંકુશમાં રાખવા માટે તાજેતરમાં 3 મિલિયન ટનનો જથ્થો માર્કેટમાં ઠાલવ્યો છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow