ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોના મોટા માથાએ આપી દીધું રાજીનામું, તેમને પ્રતાપે તો કંપની તરી ગઈ

દેશની સૌથી મોટી ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો લિમિટેડના કો ફાઉન્ડર અને ચીફ ટેકનોલોજી ઓફિસરે આજે તેમના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. ઝોમેટોએ ભારતીય શેર બજારને આ માહિતી આપી છે. જેમાં કંપનીએ જણાવ્યું હતું કે ગુંજન પાટીદારે ઝોમેટોમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
ઝોમેટોમાં આપ્યું અમૂલ્ય યોગદાન
ઝોમેટોએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં, પાટીદારે એક અદભૂત તકનીકી નેતૃત્વ ટીમનું સંચાલન કર્યું છે. ઝોમેટોના નિર્માણમાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.
મોહિત ગુપ્તાએ ગયા વર્ષે આપ્યું હતું રાજીનામું
નવેમ્બર 2022 માં, કંપનીના અન્ય સહ-સ્થાપક, મોહિત ગુપ્તાએ, તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. સાડા ચાર વર્ષ પહેલા ઝોમેટોમાં જોડાયેલા ગુપ્તાને 2020માં તેના ફૂડ ડિલિવરી બિઝનેસના સીઈઓના પદ પરથી કો-ફાઉન્ડર બનાવવામાં આવ્યા હતા.
સપ્ટેમ્બર 2022માં ઝોમેટોની આવક વધી
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઝોમેટોની ચોખ્ખી ખોટ વધીને 250.8 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2022 ના સમાન ક્વાર્ટરમાં 434.9 કરોડ રૂપિયા હતી. આ દરમિયાન આવક 62.20 ટકા વધીને 1,661.3 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના ફૂડ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસનું વેચાણ માત્ર 22 ટકા વધીને રૂ.6,631 કરોડ થયું છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.5,410 કરોડ હતું. સોમવારે બીએસઈ પર ઝોમેટોનો શેર 1.52 ટકાના વધારા સાથે 60.26 રૂપિયા પ્રતિ શેર પર બંધ રહ્યો હતો.