ફૂડ શાખાએ પેકેજ્ડ ડ્રિકિંગ વોટરના યુનિટ અને ડેરીમાં ચેકીંગ હાથ ધર્યું,શહીદ સુખદેવ ટાઉનશીપમાં ફાયર મોકડ્રિલ યોજાઈ

ફૂડ શાખાએ પેકેજ્ડ ડ્રિકિંગ વોટરના યુનિટ અને ડેરીમાં ચેકીંગ હાથ ધર્યું,શહીદ સુખદેવ ટાઉનશીપમાં ફાયર મોકડ્રિલ યોજાઈ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગઈ આજે શહેરના સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં પેકેજ્ડ ડ્રિકિંગ વોટરના યુનિટ અને ડેરીમાં ચેકીંગ હાથ ધર્યું. જેમાં 21 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 21 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

આ સ્થળો પર ચેકીંગ કરાયું
આજે ફૂડ વિભાગ દ્વારા સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં આવેલ ગંગોત્રી ડેરી ફાર્મ,ડિલિસિયસ ફૂડ,લીંબુ સોડા સેન્ટર,જય સિયારામ ફરસાણ હાઉસ,અતુલ બેકરી,શિવમ આઈસક્રીમ,જલારામ વડાપાઉં,ઉમિયા રસ પાર્લર,ગજાનન રસ & આઇસ ડિશ,પાટીદાર ગોલાવાળા,બાપ સીતારામ રસ સેન્ટર,મનમંદિર કોલ્ડ્રિંક્સ,કેપસીકોન ધ અરબન એન્ટ્રી,બંસીધર ડેરી ફાર્મ,ભાવેશ પાન & કોલ્ડ્રિંક્સ,જુલેલાલ કોલ્ડ્રિંક્સ,જય દ્વારકાધીશ રસ ડિપો,કેક ઓ હોલીક,ઓમ સુપર માર્કેટ,ક્રિષ્ના કેન્ડી,શ્યામ પાનની ચકાસણી કરવામાં આવી હતી.આજે ફૂડ શાખા દ્વારા ક્રિસ્ટલ બેવ્રેજીસ, શિવાનંદ એન્ટરપ્રાઇઝ અને બ્રીસવેલ બેવ્રેજીસ માંથી પીવાના પાણીની 500 MLની બોટલનો નમુનો લેવામાં આવ્યો હતો.  

ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોની તાલીમ અપાઈ

શહીદ સુખદેવ ટાઉનશીપમાં ફાયર મોકડ્રિલ યોજાઈ
રાજકોટ મહાનગર પાલિકાની ફાયર શાખા દ્વારા શહીદ સુખદેવ ટાઉનશીપ ખાતે ફાયર સેફટીની મોકડ્રિલનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં 50 જેટલા રહેવાસીઓ જોડયા હતા. જેમાં બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તેની તાલીમ અપાઈ હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow