ભોજનનો ગ્રહો પર પડે છે પ્રભાવ, નવગ્રહોની શાંતિ માટે આજથી એડ કરો આ શાકભાજી

ભોજનનો ગ્રહો પર પડે છે પ્રભાવ, નવગ્રહોની શાંતિ માટે આજથી એડ કરો આ શાકભાજી

ગ્રહ દોષને શાંત કરવા માટે અપનાવો આ આધ્યાત્મિક ઉપાયો

જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહનો સંબંધ કોઈના કોઈ રંગ સાથે ફરજીયાત હોય છે. કહેવાય છે કે દરેક રંગની શાકભાજીઓ અને ફળોનો આહારમાં સામેલ કરવાથી દરેક ગ્રહનો પ્રભાવ આપણા શરીર પર પડે છે. વ્યક્તિની રાશિમાં જે ગ્રહ નબળો પડે છે, તેના હિસાબે જો ભોજન કરવામાં આવે તો ગ્રહ દોષ શાંત થાય છે અને આરોગ્ય પણ સુધરે છે. આવો જાણીએ ખાવામાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવાથી કકયા ગ્રહને શાંત કરી શકાય છે.

સૂર્ય: જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય ગ્રહનો સંબંધ નારિયેળ, ખજૂર, કેસર, મોટી ઈલાયચી, ઘઉં અને ગોળ વગેરેથી છે. જો એવામાં કોઈ જાતકની કુંડળીમાં સૂર્ય નબળી સ્થિતિમાં છે તો તેમને આ વસ્તુઓને પોતાના ભોજનમાં એડ કરવી જોઈએ.

ચંદ્ર: ચંદ્રને મજબૂત કરવા માટે નારિયેળ, લીચી, શક્કર ટેટી, તરબુચ, લીંબુ, સુંગધિત બાસમતી ચોખા, શેરડી, ખાંડ, દૂધ અને દૂધમાંથી બનાવેલાા પદાર્થ, આઈસ્ક્રીમ અને મિઠાઈઓ વગેરેને એડ કરો.

મંગળ: મંગળનો સંબંધ ગોળ, મસૂરની દાળ, દાડમ, જઉં, લાલ મરચુ, કાળુ મરચુ, જાયફળ, લવિંગ, તીખા મસાલા, સરસોના શાકભાજી, સોયાબીન અને મધ સાથે છે.

બુધ: બુધ ગ્રહને મજબુત કરવા માટે વટાણા, આદુ, પાલક, બથુઆ, મેથી, સિતાફળ, રીંગણ, પાન, શેરડી, લીલી દાળ, મગ, લીલી શાકભાજીઓ વગેરેને ભોજનમાં એડ કરો.

ગુરૂ: કુંડળીમાં ગુરૂ અશુભ ફળ આપે તો ચણા, ચણાની દાળ, બેસન, મકાઈ, કેળુ, હળદર, સિંધા નમક, પીળી દાળ અને ફળોનો સમાવેશ કરવો જોઈએ.

શુક્ર: શુક્ર ગ્રહની સ્થિતિને મજબુત કરવા માટે ફળવાળી વનસ્પતિ, જમીનની અંદર ઉગનારી શાકભાજીઓ, જેમકે બટાકા, ગાજર, ડુંગળી, ત્રિફળા, દાળ ખાંડ, કમલગટ્ટા, મૂળો અને વ્હાઈટ શલજમ સાથે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow