લિવરની ગંભીર સમસ્યાને ટાળવા અનુસરો આ જાદુઇ ટીપ્સ, નહીં થાઓ કોઈ દિવસ હેરાન

લિવરની ગંભીર સમસ્યાને ટાળવા અનુસરો આ જાદુઇ ટીપ્સ, નહીં થાઓ કોઈ દિવસ હેરાન

અનિયમિત જીવનશૈલીના કારણે લિવરની ગંભીર સમસ્યાઓ થાય છે

લિવર બધા જ ટોક્સિન્સને રિમૂવ કરે છે. આજકાલ ખરાબ આહાર અને અનિયમિત જીવનશૈલીના કારણે અનેક લોકો લિવરની ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. આ ઉપરાંત દારૂના સેવનથી પણ લિવરની કાર્યપ્રણાલી પર માઠી અસર પડે છે. પરિણામે બીજી ઘણી સમસ્યાઓ થવા લાગે છે.

તો આ કારણે લિવર ખરાબ થઇ શકે

ઘણી બાબતોના કારણે લિવર ખરાબ થઈ શકે છે, જોકે લિવરનાં ટિશ્યુ ફરીથી બની જતા હોય છે, પરંતુ જો આમ સતત થયા કરે તો લિવર ડેમેજ થતાં સ્કાર ટિશ્યુ બનવા લાગે છે. સ્કાર ટિશ્યુ બનવા લાગે તો તે લિવરના હેલ્ધી ટિશ્યુને રિપ્લેસ કરી દેતા હોય છે. સૌથી જરૂરી વાત એ પણ છે કે તમે લિવરના કારણે જ આલ્કોહોલ કે વાઇન પચાવી શકો છો. જોકે તેટલા બધાં કામ કરતાં કરતાં ઘણી વાર લિવરની ક્ષમતા ઘટી જતી હોય છે, તેનાથી ઘણી બધી બીમારીઓ થવા લાગે છે.

લિવર સંબંધિત એક અન્ય ગંભીર સમસ્યા છે કમળો

તેનાથી એલર્જી, કુપોષણ, વધુ ભૂખ લાગવી, થાક, અનિયમિત પાચન, ત્વચાના રોગ કે એસિડીટી પણ થઇ શકે છે. લિવર ઇન્ફેક્શન થવા પર શરૂઆતમાં તમને પેટમાં સતત દુઃખાવો અને સોજાની સમસ્યા થઈ શકે છે. લિવર સંબંધિત મુશ્કેલીઓમાં તમને મોટાભાગે આ સમસ્યાઓ થઈ શકે છે. તેથી આ સમસ્યાને ક્યારેય પણ નજરઅંદાજ કરવી જોઇએ નહીં. આ ઉપરાંત લિવર સંબંધિત એક અન્ય ગંભીર સમસ્યા છે કમળો. શરીરમાં હાજર એક કેમિકલ બિલીરૂબિન વધારે પ્રમાણમાં હોવા પર તમને કમળાની સમસ્યા થઈ શકે છે. લિવરમાં ઇન્ફેક્શન થવા પર તમને કમળાની સમસ્યા વારંવાર પણ થઈ શકે છે.

જોકે તમે લિવરને કેટલાક નુસખા અપનાવીને સરળતાથી ડિટોક્સ પણ કરી શકો છો. લિવર ફંકશન ટેસ્ટ દ્વારા લિવરની સ્વસ્થતા અને કાર્યક્ષમતા અંગે જાણી શકાય છે.

હળદર લિવરનાં તમામ એન્ઝાઇમ્સને એક્ટિવ કરવામાં મદદ કરે છે. સવારે ઊઠ્યા બાદ સૌથી પહેલાં એક ચમચી હળદર, મરીનાં પાણી સાથે લો
તમારા ડેઇલી રૂટિનમાં ખાંડનું સેવન ૨૦ થી ૩૦ ગ્રામ કે તેનાથી પણ ઓછું રાખો. આમ કરવાથી શુગર પણ કન્ટ્રોલમાં રહેશે અને ઇન્સ્યુલિન કે ગ્લુકોઝનું સંતુલન પણ ઠીક રહેશે.
જંક ફૂડને અવોઇડ કરશો તો લિવરની ક્ષમતા ચોક્કસ વધશે. બજારમાં બનેલું જમવાનું ટાળવું જોઇએ કે ફ્રોઝન ફૂડ બિલકુલ ન ખાવ. તેના સેવનથી લિવરનું કામ વધી જાય છે અને તેની ક્ષમતા ઘટવા લાગે છે.
દારૂને તો હાથ પણ ન લગાડવો જોઇએ, કેમકે તે લિવરના કામને વધારે છે અને સાથે શરીરને પણ ખૂબ જ નુકસાન પહોંચાડે છે.
એક ગ્લાસ ગરમ પાણીમાં અડધા લીંબુનો રસ ભેળવીને સવારે તેને પી લો. રોજ ૧૦ થી ૧૨ ગ્લાસ ગરમ પાણીનું સેવન કરવું જોઇએ.
લીલાં પાનવાળાં શાકભાજી જેમકે મેથી, પાલક, સરસવ, કારેલાં ખાવ. તેમાં ક્લિંઝિંગ તત્ત્વ હોય છે જે પ્રાકૃતિક રીતે પણ લિવરની ગંદકી ખતમ કરવામાં મદદ કરે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow