શિયાળાની સિઝનમાં સુંદર સ્કીન માટે ફૉલો કરો આ મહત્વની ટીપ્સ

શિયાળાની સિઝનમાં સુંદર સ્કીન માટે ફૉલો કરો આ મહત્વની ટીપ્સ

સ્કિનને નરમ રાખવા માટે અમુક જરૂરી ફેરફાર કરવા જોઈએ

નવેમ્બર આવી ગયો છે, હળવી ઠંડકનો અહેસાસ થવા લાગ્યો છે. શિયાળામાં જ્યાં અમુક મામલામાં સારું હોય છે, તો અમુક મામલામાં પરેશાની હોય છે. જેમાંથી એક છે સ્કિન સાથેની સમસ્યા. આ સિઝનમાં આપણી સ્કિન ડ્રાય થાય છે, જેને પગલે દરેક સમયે ખંજવાળ રહે છે. ધ્યાન ન આપતા એક્જિમા અને સોરાયસિસ જેવી બિમારીઓનુ જોખમ વધી જાય છે. તો સ્કિનને નરમ રાખવા માટે હવામાનને અનુકૂળ કેટલાંક જરૂરી ફેરફાર કરવા જોઈએ. જેનાથી આપણે અનેક સમસ્યાઓથી બચીએ છીએ.  

હૂંફાળા પાણીનો પ્રયોગ કરો

શિયાળાની સિઝનમાં હોટ શાવર લેવુ કોને પસંદ હોતુ નથી. પરંતુ ગરમ પાણી સ્કિનના નેચરલ ઓઈલને તબાહ કરી નાખે છે, જેના કારણે ડ્રાયનેસ વધી જાય છે. જે લોકો ન્હાયા બાદ સ્કિનને મોઈસ્ચરાઈજર કરતા નથી તેની સ્કિન પર જલ્દી ક્રેકસ અને વિન્ટર એક્ઝિમા ઉભરે છે. તો તેના માટે વિશેષજ્ઞ હૂંફાળા પાણીના પ્રયોગની સલાહ આપે છે. હૂંફાળા પાણીથી સ્નાન કર્યા બાદ ચહેરા પર કુદરતી હાઈડ્રેટીંગ પદાર્થોવાળું કોઈ સારું મોઈશ્ચરાઈજર લગાવવુ જોઈએ. સ્કિનમાં લાંબા સમય સુધી નરમાઈ જાળવી રાખવા અને સુકાપણાને દૂર કરવા માટે બૉડી બટર/લોશનનો પ્રયોગ કરવો જોઈએ.

સનસ્ક્રીન લગાવો

ઘણા લોકો વિચારે છે કે શિયાળાની સિઝનમાં સનસ્ક્રીનની જરૂર હોતી નથી. પરંતુ યુવી તેજ ત્વચા માટે ગરમી સમાન હાનિકારક હોય છે. તેથી આપણે પોતાની સ્કિનને અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસરોથી બચાવવા માટે સનસ્ક્રીનનો પ્રયોગ કરવો જોઈએ.

સ્કિનકેર સંબંધી આયુર્વેદીક ઉત્પાદનોનો પ્રયોગ કરો

શિયાળાની આખી સિઝનમાં સ્કિનની કોમળતા જાળવી રાખવા માટે કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. નેચરલ ચીજ વસ્તુઓથી ચહેરો ધોવો. ત્યારબાદ હળવુ મોઈશ્ચરાઈઝર અને સનસ્ક્રીન લગાવો અને રાત્રે પણ મોઈશ્ચરાઈઝર લગાવવુ જોઈએ.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow