દેશમાં Q2માં FMCG વેચાણ ઘટ્યું

દેશમાં Q2માં FMCG વેચાણ ઘટ્યું

દેશમાં બીજા ક્વાર્ટર દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં મંદી અને રિટેલ ફુગાવાને કારણે FMCG સેક્ટરને અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો છે પરંતુ આ વર્ષના બીજા છ મહિના દરમિયાન માંગમાં રિકવરી જોવા મળે તેવો આશાવાદ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.

મેરિકો, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (GCPL) અને ડાબરે તેની ક્વાર્ટરલી અપડેટમાં જણાવ્યું હતું કે બીજા ક્વાર્ટર દરમિયાન સતત વધેલા ફુગાવાને કારણે સર્જાયેલા દબાણને પરિણામે માંગમાં નરમાઇ જોવા મળી હતી. પરંતુ, ચાલુ નાણાકીય વર્ષના બાકીના બે ક્વાર્ટર દરમિયાન ફુગાવામાં ઘટાડો તેમજ તહેવારોની સીઝનને કારણે વપરાશ વૃદ્વિને વેગ મળશે તેવી કંપનીઓ અપેક્ષા સેવે છે.

કોમોડિટીની કિંમતોમાં ઘટાડાથી ફુગાવા પરના દબાણમાં નરમાઇ તેમજ સામાન્ય ચોમાસા જેવા સકારાત્મક પરિબળોના જોરે વર્ષના બીજા છ મહિના દરમિયાન વપરાશ ફરીથી ટ્રેક પર જોવા મળશે તેવું GCPLએ ક્વાર્ટરલી અપડેટમાં જણાવ્યું હતું.

3 વર્ષનો CAGR સિંગલ ડિજીટમાં રહ્યો હતો. દેશમાં ગત ક્વાર્ટરની માફક જ આ ક્વાર્ટર દરમિયાન પણ માંગનું સેન્ટિમેન્ટ સમાન રહ્યું હતું. ગત મહિને રિટેલ ફુગાવો સ્થિર રહેવાને કારણે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ડાઉનટ્રેડિંગને કારણે કેટલાક અંશે સકારાત્મકના સંકેતો મળ્યા હતા.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow