નિકાસ પર પ્રતિબંધથી લોટમાં કિલોએ રૂ.10 વધ્યા ઘઉંમાં હજુ રૂ.100 વધી શકે : 80 મિલમાં 16 કલાક સુધીની શિફ્ટ ઘટી ગઈ

નિકાસ પર પ્રતિબંધથી લોટમાં કિલોએ રૂ.10 વધ્યા ઘઉંમાં હજુ રૂ.100 વધી શકે : 80 મિલમાં 16 કલાક સુધીની શિફ્ટ ઘટી ગઈ

મે મહિનામાં સરકારે પહેલા ઘઉં પર અને ત્યારબાદ તેના લોટની નિકાસ પર પ્રતિબંધ લાગુ કરી દીધો છે. પરિણામે સૌરાષ્ટ્રની નાની-મોટી મળી 80 મિલમાં 8થી લઈને 16 કલાક સુધીની શિફ્ટ ઘટી ગઈ છે. અત્યારે ઘઉંની શોર્ટ સપ્લાય છે. અત્યારે લગ્ન સિઝન ચાલુ છે અને ડિમાન્ડ પણ વધારે છે. સામે સપ્લાય નથી.

ડિમાન્ડ અને સપ્લાયની ચેઈન જોતા આગામી દિવસોમાં ઘઉંના ભાવમાં હજુ રૂ.100નો વધારો આવી શકે છે. મેંદાના ભાવમાં 50 કિલોએ રૂ.251નો વધારો આવ્યો છે. રાતોરાત નિકાસ અટકાવી દેવાતા વેપાર-ઉદ્યોગના નવા પ્લાનિંગ અટકી પડ્યા છે. તેમ મિલર્સ જયેન્દ્રભાઈ અકબરી જણાવે છે. એક અંદાજ મુજબ 50 ટકા મિલમાં ઉત્પાદન ઘટી ગયું છે. ઘઉંના ભાવમાં કિલોએ રૂ. 10નો વધારો આવ્યો છે.

ધવલ મેઘપરા, એક્સપોર્ટર
રાજકોટ | મુંદ્રા પોર્ટ પર જે તે સમયે લોટ પર નિકાસ પ્રતિબંધથી હજારોની સંખ્યામાં વાહનો અટવાઈ ગયા. એક સરવે મુજબ મુંદ્રા પોર્ટ પર અંદાજીત 10 હજાર ટન માલ અટકી ગયો હતો. જે પરત આવ્યો. બજારમાં માલની સપ્લાય અને જથ્થો બન્ને વધ્યા. મેંદાનો લોટ ઝડપથી બગડી જાય છે. માલનો નિકાલ થાય તે જરૂરી હોવાથી તેને સસ્તા ભાવે વેચી દેવો પડ્યો. સૌરાષ્ટ્ર- ગુજરાતના એક્સપોર્ટરોને કરોડો રૂપિયાની નુકસાની ગઈ.

આ કારણોસર નિકાસ પર પ્રતિબંધ મુક્યો
નવા પાક માટે એવું અનુમાન હતું કે, પાક વધારે આવશે. એટલે નિકાસને પ્રોત્સાહન આપ્યું. રશિયા અને યુક્રેન આ બન્ને દેશનો કુલ 30 ટકા હિસ્સો હોય છે. યુદ્ધને કારણે તે નિકાસ ન કરી શક્યા. જ્યારે ઈજિપ્ત માત્ર આાયાત કરે છે. ધારણા મુજબનો પાક આવ્યો નહિ. અને ખબર પડી કે દેશમાં પણ હજુ ઘઉંની એટલી જ જરૂર છે. એટલે સૌથી પહેલા ઘઉં પર પ્રતિબંધ મુક્યો અને ત્યારબાદ ઘઉંના લોટ પર. આમ, રાતોરાત નિકાસ પર પ્રતિબંધ લાગુ કરવો પડ્યો.

નિર્ણયની અસર હજુ બે મહિના સુધી રહેશે
હાલ ઘઉંમાં શોર્ટ સપ્લાય છે. જે જાન્યુઆરી સુધી રહેશે. ત્યાં સુધી ભાવ ઉંચા રહેશે. ફેબ્રુઆરીમાં નવી ખરીદી અટકી જતી હોય છે. નવા પાક-પાણીનો અંદાજ લગાવાતો હોય છે. એટલે આ સમયે ભાવ નીચા જશે. ફેબ્રુઆરીમાં જેટલી જરૂરિયાત હોય તેટલી જ ખરીદી રહેશે. માર્ચ મહિનામાં નવો પાક આવતો હોય છે. નવી ખરીદી પણ હોય છે. એટલે ભાવ ઉંચા જશે. પોર્ટ પર માલ ભરાઈ જતા તેનો સસ્તા ભાવે નિકાલ કરવો પડ્યો. અંદાજિત 10 હજાર ટન માલ મુંદ્રા પોર્ટ પર ભરાવો થઇ ગયો હતો.

ભવિષ્યમાં આવું ન બને તેથી શું કરવું જોઈએ?
નિકાસને પ્રોત્સાહન આપવા માટે જે નિર્ણય લીધો હતો તેમાં સરકારનો હેતુ સારો અને સાચો હતો, પરંતુ પોલિસી હંમેશા ગ્રોથ ઓરિએન્ટેડ અને બેનિફિટ કરે તેવી હોવી જોઇએ નુકસાનકારક નહિ. કારણ કે દરેક નિકાસકારો અને ઉત્પાદક હરહંમેશા પ્લાનિંગ મુજબ ચાલતા હોય છે. જ્યારે પણ નિર્ણય લેવાય તો તેના માટે થોડો સમયગાળો આપવો જોઈએ. નિકાસને પ્રોત્સાહન આપતા પહેલાં દરેક વસ્તુનું એનાલિસિસ કરવું જોઈએ.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow