બોટાદમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરાયું, ભવ્ય પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

બોટાદમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરાયું, ભવ્ય પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની બોટાદ ખાતે ઉજવણીમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ હાજર રહ્યાં. રાષ્ટ્રધ્વજ ફરકાવી હાજર તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી. અલગ અલગ કેડરના પોલીસ સવાનો દ્વારા પરેડ યોજી તેમજ બાઈક સ્ટંટ તેમજ અશ્વ અને ડોગના કરતબ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા.

74મો પ્રજાસત્તાક પર્વ ગુજરાત રાજ્ય કક્ષાના બોટાદ ખાતે શહેરના ત્રિકોણની ખોડિયાર હળદડ રોડ ખાતે યોજવામાં આવી રહ્યો છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરા, ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા તેમજ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત અન્ય રાજકીય આગેવાનો, અધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત.

74માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની બોટાદ ખાતેની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપ્યા બાદ ગુજરાત પોલીસની અલગ અલગ કેડરના પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસ દ્વારા પરેડ યોજવામાં આવ્યાં. તેમજ ચેતક કમાન્ડો સાથે અશ્વ તેમ જ ડોગ દ્વારા અદ્ભુત સ્ટંટ કરવામાં આવ્યાં. જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યાં. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરી દેશભક્તિની થીમ પર અલગ અલગ ડાન્સ રજૂ કરાયા.

‌બોટાદ ખાતે રાજ્યકક્ષાના આ પર્વની ઉજવણી સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા સમગ્ર દેશને તેમજ ગુજરાત રાજ્યના તમામ નાગરિકોને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવવામાં આવી. તેમજ આજના દિવસની આ ઉજવણીને લઈ દેશની આઝાદી સમયના સ્વતંત્ર સેનાનીઓને પણ યાદ કરવામાં આવ્યા.

‌‌

‌‌

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow