ઈરાકમાં મેરેજ હોલમાં આગ, 100ના મોત

ઈરાકમાં મેરેજ હોલમાં આગ, 100ના મોત

ઇરાકમાં બુધવારે એક મેરેજ હોલમાં લાગેલી આગમાં 100 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 150 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં વર-કન્યાને પણ ઈજા થઈ છે.

એક અધિકારીએ જણાવ્યું કે આગ ઇરાકના નિનેવેહ પ્રાંતના હમદાનિયા વિસ્તારમાં લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ફટાકડા ફોડ્યા બાદ મેરેજ હોલમાં આગ લાગી હતી. આગ લાગી ત્યારે લગભગ 1,000 લોકો અહીં હાજર હતા.

આગની માહિતી મળતાની સાથે જ અનેક ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનામાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. લગ્નમંડપ સંપૂર્ણ ખંડેર હાલતમાં છે. રેસ્ક્યુ ટીમ અહીંથી મૃતદેહોને બહાર કાઢી રહી છે.

ઈરાકના વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ અધિકારીઓને લોકોને વહેલી તકે મદદ પહોંચાડવા સૂચના આપી છે. તેમજ સમગ્ર મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow