મહિલાઓએ પીરિયડ્સમાં દિવસમાં કેટલીવાર સેનિટરી પેડ બદલવા જોઈએ, જાણી લો

મહિલાઓએ પીરિયડ્સમાં દિવસમાં કેટલીવાર સેનિટરી પેડ બદલવા જોઈએ, જાણી લો

દિવસમાં કેટલીવાર સેનિટરી પેડ બદલવા?

પીરિયડ્સ દરમ્યાન પેડ બદલવું બ્લડ ફ્લો પર નિર્ભર કરે છે. પીરિયડ્સના શરૂઆતના 2-3 દિવસે હેવી ફ્લો હોય છે. જે પ્રમાણે પેડ બદલતા રહેવું. જો પીરિયડ્સ દરમ્યાન સામાન્ય ફ્લો હોય તો પણ દર 4 કલાકે પેડ બદલી લેવું જોઈએ. આ વાતનું હમેશા ધ્યાન રાખવું કે પેડ સાફ અને ડ્રાય હોય છે તો મેન્સ્ટ્રુઅલ બ્લડ પેડમાં લોક થઈ જાય છે. જો તમે એવું માનો છો કે બ્લડથી ઈન્ફેક્શન નથી થતું તો આ ખોટી માન્યતા છે, કારણ કે પેડમાં માઈક્રો-ઓર્ગનિસ્મ (બેક્ટેરિયા) પેદા થવા લાગે છે. જેથી જો હેવી ફ્લો હોય તો દર 2 કલાકે પેડ બદલવું જોઈએ.

કેવા પેડનો ઉપયોગ કરવો જોઈએ?

બજારમાં વિવિધ પ્રકારના પેડ મળે છે જેને તમે તમારી અનુકૂળતા પ્રમાણે ઉપયોગ કરી શકો છો. મહિલાઓએ કોટનના પેડનો ઉપયોગ કરવો અને સુંગધવાળા પેડનો ઉપયોગ કરવાનું ટાળવું. તેના ઘણીવાર હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ થતો હોય છે.

પીરિયડ્સ દરમ્યાન બ્લડ ફ્લો વધુ હોય કે ઓછો તમારે થોડાં સમય માટે પ્યૂબિક એરિયાની સફાઈનું વધુ ધ્યાન રાખવું. માઈલ્ડ સાબુનો ઉપયોગ કરીને પ્યૂબિક એરિયાને સાફ રાખવો. તેનાથી રેશિઝ નહીં થાય. લાંબા સમય સુધી એક જ સેનિટરી પેડનો ઉપયોગ કરવાથી વજાઈનલ ઈન્ફેક્શન, સ્કિન ઈન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow