ફાયદો નહીં શરીરને નુકસાન કરે છે અંજીર, વધારે પ્રમાણમાં સેવન કરવાથી થાય છે આ મુશ્કેલીઓ

ફાયદો નહીં શરીરને નુકસાન કરે છે અંજીર, વધારે પ્રમાણમાં સેવન કરવાથી થાય છે આ મુશ્કેલીઓ

ડ્રાય ફ્રૂટ્સ ખાવા એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણીવાર ડાયટિશિયન્સ અને હેલ્થ એક્સપર્ટ સારા સ્વાસ્થ્ય માટે ડ્રાય ફ્રૂટ્સ ખાવાની સલાહ આપે છે. તેની ઈમ્યુન વેલ્યૂ ખૂબ જ વધારે હોય છે. તેનો સ્વાદ આપણને ખૂબ આકર્ષે છે. પરંતુ આપણે તેનું સેવન ક્યારેય પણ જરૂર કરતા વધારે પ્રમાણમાં ન કરવું જોઈએ.

જરૂર કરતા વધારે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે. એવું જ એક ફળ છે અંજીર જેને રાંધીને અને સૂકવીને બંને રીતે ખાઈ શકાય છે. પરંતુ તેને લાંબા સમય સુધી પ્રિઝર્વ કરવા માટે તેને ડ્રાયફ્રૂટનો આકાર આપવામાં આવે છે. ન્યુટ્રિશન એક્સપર્ટે જણાવ્યું કે શા માટે આપણે વધુ સૂકા અંજીર ન ખાવા જોઈએ.

કેલ્શિયમની ઉણપ
જે લોકો ખૂબ અંજીર ખાય છે તેમના શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે કારણ કે આ ડ્રાય ફ્રૂટમાં રહેલા ઓક્સિલેટ આપણા શરીરમાં રહેલા તમામ કેલ્શિયમને શોષી લે છે. કેલ્શિયમની ઉણપને કારણે આપણાં હાડકાં અને શરીર નબળાં પડી જાય છે.

પેટ ફૂલવાની સમસ્યા
કેટલાક લોકો સુકા અંજીરને સ્વાદને કારણે વધુ ખાવા લાગે છે. પરંતુ તેના કારણે પેટ ભારે થઈ જાય છે અને પછી પેટમાં દુખાવો અને પેટ ફૂલવાની ફરિયાદ રહે છે. તેનાથી બચવા માટે તમારે અંજીર ખાધા પછી એક ગ્લાસ ઠંડુ પાણી પીવું જોઈએ.

કિડની અને પિત્તાશયની સમસ્યાઓ
જે લોકોને કિડની અને પિત્તાશયની બીમારી છે, તેઓએ અંજીર ખૂબ ઓછી માત્રામાં ખાવું જોઈએ કારણ કે તેમાં જોવા મળતું ઓક્સાલેટ આ અંગોને નુકસાન પહોંચાડે છે. તે એ સ્પ્લીનને ખતમ કરે છે જેના દ્વારા શ્વેત રક્તકણો બને છે.

બ્લિડિંગની સમસ્યાઓ
અંજીરની તાસીર ગરમ હોય છે. તેથી ઉનાળાની ઋતુમાં તેને વધુ ન ખાવું જોઈએ નહીં તો તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. શિયાળામાં પણ તેનું નિશ્ચિત માત્રામાં સેવન કરવું જોઈએ નહીં તો બ્લિડિંગની સમસ્યા ઊભી થઈ શકે છે.

લિવર અને આંતરડાને નુકસાન
જો તમે જરૂર કરતા વધારે અંજીર ખાઓ છો તો તમારા લીવરમાં સમસ્યા થઈ શકે છે. આ સાથે આંતરડામાં બ્લોકેજ થવાનું પણ જોખમ બને છે. તેનું કારણ એ છે કે આ ફળના બીજ સરળતાથી પચી શકતા નથી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow