તહેવારોમાં ખર્ચ કરવા લોનનો ટ્રેન્ડ વધ્યો!

તહેવારોમાં ખર્ચ કરવા લોનનો ટ્રેન્ડ વધ્યો!

આ તહેવારોની સિઝનમાં ભારતીયોમાં પર્સનલ લોનનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. તેનાથી ઓવરઑલ રિટેલ લોનમાં ગ્રોથ જોવા મળ્યો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લોન પ્રિ-કોવિડ સ્તર (2019)ની તુલનામાં આશરે બમણી થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે પર્સનલ લોનમાં જેટલો વધારો મુંબઈ-દિલ્હી જેવાં શહેરોમાં થયો છે લગભગ તેટલો જ વધારો ટિયર-2 શહેરો-જિલ્લા મથકોમાં પણ નોંધાયો છે.

ક્રેડિટ બ્યૂરો સીઆરઆઈએફ હાઈમાર્કના તાજા રિપોર્ટ પ્રમાણે, માર્ચ-સપ્ટેમ્બર 2019ની તુલનામાં પર્સનલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લોન 25% સુધી વધી છે, જ્યારે પહેલાં આટલા ગાળામાં 11% ગ્રોથ નોંધાયો હતો. કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીના રિપોર્ટ પ્રમાણે, દેશમાં કુલ રૂ. 174.3 લાખ કરોડની લોન લેવાઈ છે. તેમાંથી 48.9% લોન રિટેલ સેગમેન્ટની છે. નિષ્ણાતોનું માનવું છે કે નવી લોનમાં બમણો વધારો એ વાતનો સંકેત છે કે અર્થતંત્રમાં ગતિ આવી ગઈ છે.

બીજી તરફ એસબીઆઈના અહેવાલ પ્રમાણે આ વર્ષે કુલ પૈકી 36% લોન ટિયર-3 અને ટિયર-4 જિલ્લામાં લેવાઈ છે. તે દર્શાવે છે કે નાના કસબામાં પણ અર્થતંત્ર ઝડપથી પાટા પર ચઢી રહ્યું છે. આ વર્ષે અપાયેલી અડધાથી વધુ પર્સનલ લોન છેલ્લા બે મહિનામાં અપાઈ છે. એટલે કે આ લોન તહેવારોની ખરીદી માટે લેવાઈ છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow