સ્વાસ્થ્યની સમસ્યાઓથી લઈને સ્કીનની પ્રોબ્લેમ માટે રામબાણ ઈલાજ છે વરિયાળીનું પાણી, જાણો ફાયદા વિશે

સ્વાસ્થ્યની સમસ્યાઓથી લઈને સ્કીનની પ્રોબ્લેમ માટે રામબાણ ઈલાજ છે વરિયાળીનું પાણી, જાણો ફાયદા વિશે

આપણા રસોડામાં ઘણી એવી વસ્તુઓ છે જે ઔષધીય ગુણોથી ભરેલી છે. જેનો ઉપયોગ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે થાય છે. વરિયાળી પણ આમાંથી એક છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયર્ન, વિટામિન એ, વિટામિન સી, ફાઈબર અને પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે. વરિયાળીનો ઉપયોગ સામાન્ય રીતે માઉથ ફ્રેશનર તરીકે થાય છે. જમ્યા પછી ખાવામાં આવે તો પાચન સારી રીતે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે સ્વાસ્થ્ય સિવાય વરિયાળી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અહીં જાણો ત્વચા માટે વરિયાળીના ફાયદાઓ વિશે.

ખીલની સમસ્યાથી છુટકારો મેળવવા માટે
જો તમને ખીલની સમસ્યા છે તો તમે વરિયાળીથી ઘણો ફાયદો મેળવી શકો છો. વરિયાળીમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જે ફંગલ ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. વરિયાળી થોડી વાર પાણીમાં પલાળી રાખો. આ પછી તેને પીસીને તેમાં થોડું દહીં અને મધ મિક્સ કરો. આ પેકને લગભગ 20 મિનિટ સુધી ચહેરા પર લગાવો. ત્યાર બાદ ચહેરો ધોઈ લો. આ તમારી ત્વચાને ઠંડક આપવાનું કામ કરશે, ચહેરા પર ભેજ જાળવી રાખશે અને ખીલની સમસ્યાને દૂર કરશે.

ત્વચાને એક્સ્ફોલિએટ કરવા માટે
વરિયાળીનો ઉપયોગ ત્વચાને નિખારવા માટે પણ થાય છે. આ માટે એક ચમચી વરિયાળી અને બે ચમચી ઓટમીલને મિક્સરમાં થોડું પાણી ઉમેરીને મિક્સ કરો. આમાંથી એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તમારા ચહેરા પર 15-20 મિનિટ માટે લગાવો. આ પછી થોડા પાણીથી માલિશ કરો. પછી સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી તમારી ત્વચાના મૃત કોષો દૂર થશે અને ત્વચા પર ચમક આવશે.

ડાગધબ્બા રહીત અને ચમકતી ત્વચા માટે
તમે વરિયાળી દ્વારા પણ ડાગધબ્બા  વગરની અને ચમકદાર ત્વચા મેળવી શકો છો. આ માટે તમારે વરિયાળીનો ઉપયોગ ટોનર તરીકે કરવો પડશે. તેના માટે બે ચમચી વરિયાળીને પાણીમાં ઉકાળો. આ પાણી ઠંડું થાય એટલે એક બોટલમાં ભરીને ચહેરા પર સ્પ્રે કરો. દરરોજ આમ કરવાથી તમારી ત્વચા ખૂબ જ ચમકવા લાગે છે. જો તમે ઈચ્છો તો અઠવાડિયામાં એકવાર વરિયાળીના પાણી સાથે સ્ટીમ પણ લઈ શકો છો. તેનાથી ત્વચામાં ગ્લો પણ આવે છે.

આંખોના સોજાને ઘટાડવા માટે
જ્યારે કેટલાક લોકો સવારે ઉઠે છે ત્યારે તેમની આંખોની આસપાસના વિસ્તારમાં ખૂબ સોજો હોય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો વરિયાળી આ બાબતમાં મદદરૂપ થઈ શકે છે. આ માટે બે ચમચી વરિયાળીને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણીમાં કોટન પલાળી દો અને આંખો બંધ કરીને આંખો પર રાખો. ત્યાર બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આમ કરવાથી આંખોની આસપાસનો સોજો દૂર થાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow