ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા યુવક સાથે પ્રેમ થયો, પ્રેમિકા પાસેથી 5 લાખ પડાવ્યા, પરત માગ્યા તો ધમકી આપી

ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા યુવક સાથે પ્રેમ થયો, પ્રેમિકા પાસેથી 5 લાખ પડાવ્યા, પરત માગ્યા તો ધમકી આપી

રાજકોટ-ગોંડલ હાઇવે પર શાપરમાં રહેતી 23 વર્ષની યુવતીનો ઈન્સ્ટાગ્રામ મારફત જેતપુરનાં કેતન ભરત વેગડા સાથે સંપર્ક થયો હતો. બાદમાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે, પ્રેમી કેતને યુવતી સાથે રૂ.5 લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. કેતનની માતાએ યુવતીની માતાને ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

2022માં બહેનપણીએ કેતનનો સંપર્કમાં કરાવ્યો
શાપરમાં રહેતી યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2022માં તેની બહેનપણી કે જેનો સંપર્ક તેને ઈન્સ્ટાગ્રામ મારફતે થયો હતો. તેણે મેસેજ કરી તારે કોઈ છોકરાને ફ્રેન્ડ બનાવવો હોય તો કહે, તો તેણે હા પાડતા તેની ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે તેનો કોન્ટેક કેતન વેગડા નામનું ઈન્સ્ટાગ્રામ આઈડી હતું તેની સાથે સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ આ સમયે આરોપીએ મારે કલ્પવનમાં મકાન છે તેમ કહ્યું હતું. આ રીતે વાતચીત દરમિયાન બને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો.

પહેલીવાર 1 હજાર રૂપિયા માગ્યા
એકાદ મહિના પછી કેતને તેને મેસેજ કરી હું લંડન મેરેજમાં છું, મારૂ ક્રેડિટ કાર્ડ બંધ થઈ ગયું છે. મને રૂ.1 હજાર ગુગલ પે કરવા છે. હું તને પરત કરી દઈશ તેમ વાત કરતા યુવતીએ રૂ. 1 હજારનું પેમેન્ટ કરાવ્યું હતું. પાંચેક દિવસ પછી ફરી મેસેજ કરી 4 હજાર તેના એકાઉન્ટમાં નાખી દે મારી બહેનને આપવાના . તેમ કહી તેના બેંક પાસબુકનો ફોટો મોકલતા તેણે તેમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં.

દીવ ફરવા ગયા ત્યારે યુવતી દોઢ લાખ સાથે લઈ ગઈ
ત્યારબાદ કેતને યુવતીને વિશ્વાસમાં લઈ પૈસાની માગણી કરી મારે ઘણા ધંધા છે, હું તને પરત આપી દઈશ કહેતો હતો. આથી યુવતી તેને અલગ અલગ સમયે અલગ અલગ સ્થળેથી રૂપિયા ટ્રાન્સફર કરાવતી હતી. ગત નવરાત્રિમાં બન્ને શાપર મેઈન રોડ પર મળ્યા બાદ બન્ને અવારનવાર મળવા લાગ્યા હતાં. તે વોટર પાર્ક, જૂનાગઢ, દિવ વગેરે સ્થળે ફરવા પણ ગયા હતાં. દિવાળી પછી ગોવા ફરવા જવાનું બન્નેએ નક્કી કર્યું હતું. ત્યારે આરોપીએ તું રૂપિયા સાથે લેતી આવજે, ત્યાં વાપરવા જાઇશે. હું પરત આવીને આપી દઈશ તેમ કહેતા તેણે તેના ઘરે પડેલા દોઢ લાખ સાથે લઈ લીધા હતાં.

પ્રેમીની માતાની યુવતીની માતાને જાનથી મારી નાખવાની ધમકી
અમદાવાદ એક હોટલમાં રોકાયા બાદ ફ્લાઈટ બુક થઈ જતા તે ગોવા ગયા હતાં. જ્યાં આઠેક દિવસ રોકાયા પછી પરત આવ્યા ત્યારે કેતને મારી બહેન બેંગ્લોરથી આવશે ત્યારે હું તારા તમામ પૈસા પરત આપી દઈશ તેમ વાત કરી હતી. આરોપી તેની જ્ઞાતિનો હોય પરિવારજનો તેની સાથે સગાઇ કરી આપવા તૈયાર હતાં. પરંતુ બાદમાં આરોપી પાસે પૈસા માગતા તેણે વાત કરવાનું બંધ કરી દીધું હતું. થોડા સમય પછી આરોપીની માતા ગીતાબેન અને આરોપીનો ભાઈ યુવતીના ઘરે ગયા હતાં. જ્યાં ગીતાબેને ખુશીની માતાને ગાળો ભાંડી મારા દીકરા પાસે પૈસા માગીશ તો જીવતી નહીં રહેવા દઉં કહી ધમકી આપતા અંતે માતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow