ભાત ખાવાનું બહુ મન થાય પણ ડાયાબિટીસ નડે છે? જમવામાં સામેલ કરો આ ખાસ રાઈસ, નહીં વધે શુગર

બ્લેક ચોખાને તમારા ડેલી ડાયટમાં કરો સામેલ
વ્હાઈટ ચોખામાં ભારે માત્રામાં કાર્બ્સ હોય છે. તેથી ડૉકટર ડાયાબિટીસના દર્દીઓને તેનાથી દૂર રહેવાનુ કહે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમે દરરોજ ખાઈને પોતાની ક્રેવિંગ પણ શાંત કરી શકો છો અને સાથે-સાથે બ્લડ શુગર પણ કાબુમાં રાખી શકો છો. જો તમને ડાયાબિટીસ નથી તો પણ તેને વ્હાઈટ ચોખાની જગ્યાએ પોતાના ડેલી ડાયટમાં સામેલ કરી શકો છો.

ડાયાબિટીક દર્દીઓ માટે બ્લેક રાઈસ છે બેસ્ટ ઓપ્શન
હેલ્થ એક્સપર્ટસ મુજબ, જ્યારે સ્વાસ્થ્ય અને પોષણની વાત આવે છે તો ચોખાને વધુ હેલ્ધી માનવામાં આવતા નથી. ભારતીય ભોજનનો અભિન્ન ભાગ હોવા છતા ડાયાબિટીક દર્દીઓ વારંવાર તેનુ સેવન કરવાથી બચે છે. કારણકે તેમાં સ્ટાર્ચયુક્ત કાર્બોહાઈડ્રેટ હોય છે, જે ભોજન બાદ લોહીમાં ગ્લૂકોઝના સ્તરને અચાનક વધારી દે છે. પરંતુ બ્લેક રાઈસથી આવુ થતુ નથી.
મોટાભાગના લોકો આ વાતથી અજાણ
મોટાભાગના લોકો આ વાતથી અજાણ છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લેક રાઈસ એક હેલ્ધી ઓપ્શન છે. બ્લેક ચોખામાં પોષક તત્વ અને ચોકરની ગણી પરત હોય છે જ્યારે તેની બીજી બાજુ વ્હાઈટ ચોખા સ્ટાર્ચયુક્ત પરતોનુ રૂપ હોય છે, જેના કારણે વ્હાઈટ ચોખાની તુલનામાં બ્લેક રાઈસ વધારે શ્રેષ્ઠ છે.

બ્લડ શુગર કરે છે કાબુ
બ્લેક ચોખામાં ફાઈબર અને પ્રોટીન ખૂબ વધારે હોય છે. આ બ્લડ શુગર લેવલને કાબુમાં રાખવામાં મહત્વપૂર્ણ રીતે મદદ કરે છે.