મંદીની લહેરથી ડરી આ મોટી કંપની, 600 કર્મચારીઓની છટણીનું કર્યું એલાન

મંદીનાં માહોલની વચ્ચે હોસ્પિટાલિટી કંપની OYO એ પણ છટણીનું એલાન કર્યું છે. કંપનીની તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર 600 કર્મચારીઓની નોકરી હવે જશે. કંપની અનુસાર કેટલાક પ્રોજેક્ટસને બંધ કર્યાં સિવાય ટીમ મર્જરનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ જ કારણે આશરે 600 કર્મચારીઓની છટણી થઇ શકે છે.
કંપની પાસે 3700થી પણ વધુ કર્મચારીઓ
OYO કંપની પાસે 3700 થી પણ વધુ કર્મચારીઓનો સ્ટાફ છે. કંપનીએ જણાવ્યું કે આશરે 600 જેટલા કર્મચારીઓને તેઓ નોકરીમુક્ત કરશે તો સેલ્સ ડિપાર્ટમેન્ટમાં 250 જેટલા અધિકારીઓની ભરતી પણ કરશે.

કંપનીના માલિકનું નિવેદન
ઓયોનાં સંસ્થાપક અને CEO રિતેશ અગ્રવાલે કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરશું કે જે લોકોને અમે જવા દઇ રહ્યાં છીએ તેમાંથી મોટા ભાગનાં લોકોને સારી જગ્યાએ કામ મળી જાય. આ કર્મચારીઓનું સમર્થન કરવા માટે ઓયો ટીમનાં પ્રત્યેક સદસ્ય અને હું પોતે પણ સક્રિયરૂપે કામ કરીશ.
કંપનીનું રેવેન્યુ
હાલમાં જ ઓયોએ જણાવ્યું કે વર્તમાન નાણાકીય વર્ષનાં પહેલા છ મહિનામાં કંપનીએ 63 કરોડ રૂપિયાનો ટેક્સ પહેલાનો નફો નોંધાવ્યો છે. એક વર્ષ પહેલાં આ આવકમાં ઓયોને નુક્સાન મળ્યું હતું. એપ્રિલ-સપ્ટેમ્બર 2022નાં છ માસમાં ઓયોનું રેવેન્યુ 24% વધીને 2,905 કરોડ રૂપિયા થઇ ગયું છે.
કંપનીનાં IPO
ઓયો પોતાનાં IPO લાવવાની તૈયારીમાં છે. કંપનીને આ માટે સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની પાસે ફ્રેશ ડોક્યુમેન્ટ જમા કરાવ્યાં છે. એવી ધારણા છે કે આઇપીઓ વર્ષ 2023ની શરૂઆતી મહીનામાં લોન્ચ થઇ જશે.