ફવાદ-માહિરાની મૌલા જટ્ટે મચાવી ધૂમ, શું ભારતમાં રીલીઝ થશે પાકિસ્તાની ફિલ્મ?

ફવાદ-માહિરાની મૌલા જટ્ટે મચાવી ધૂમ, શું ભારતમાં રીલીઝ થશે પાકિસ્તાની ફિલ્મ?

ફિલ્મ 'ધ લીજેન્ડ ઑફ મૌલા જટ્ટ' 13 ઓક્ટોબરે રીલીઝ થઇ

ફવાદ ખાન અને માહિરા ખાનની ફિલ્મ ધ લીજેન્ડ ઑફ મૌલા જટ્ટે વર્લ્ડ વાઈડ બોક્સ ઑફિસ પર ધૂમ મચાવી છે. પાકિસ્તાન ફિલ્મ 13 ઓક્ટોબરે રીલીઝ થઇ હતી. ફિલ્મે ગ્લોબલી આશરે 220 કરોડની કમાણી કરી છે. શાનદાર કલેક્શનની સાથે આ ફિલ્મ પાકિસ્તાન જ નહીં, પરંતુ ગલ્ફ, અમેરિકા અને યુરોપમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે.

આ ફિલ્મની કહાની લોકલ હીરો પર આધારિત છે

આ ફિલ્મની કહાની લોકલ હીરો જેનુ નામ મૌલા જટ્ટ પર આધારિત છે. આ નામથી પાકિસ્તાનમાં પહેલા ફિલ્મ બનાવવામાં આવી હતી. ફિલ્મની સ્ટોરી શરૂ થાય છે, મમદલ નામના એક શહેરથી. જ્યાં મૌલા ભટ્ટનો પરિવાર રહે છે, જે પારિવારિક ઝગડાને સમાપ્ત કર્યા બાદ હિંસા છોડી ચૂક્યો છે. ફિલ્મને મળી રહેલી અપાર સફળતાથી ફિલ્મ મેકર બિલાલ લશરી ખૂબ ખુશ છે. તેમનુ કહેવુ છે કે વિશ્વભરના દર્શકો અને સમીક્ષકો પાસેથી ફિલ્મને મળી રહેલા પ્રેમથી અભિભૂત છુ. અમને ખૂબ ગૌરવ થાય છે કે ધ લીજેન્ડ ઑફ મૌલા જટ્ટે પાકિસ્તાનમાં બનેલી ફિલ્મને ગ્લોબલ મેપ પર લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે, કારણકે આ વિશ્વભરના દર્શકોનુ દિલ જીતી રહી છે.

ભારતમાં પણ રીલીઝ થઇ શકે છે ફિલ્મ

જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ભારતમાં પણ રીલીઝ થઇ શકે છે. મીડિયાના રિપોર્ટ મુજબ, ધ લીજેન્ડ ઑફ મૌલા જટ્ટ 23 ડિસેમ્બરે ભારતમાં રીલીઝ થઇ શકે છે. જો કે, તેની સત્તાવાર પુષ્ટિ થઇ નથી. બંને દેશોની વચ્ચે રાજકીય તણાવ બાદ વર્ષ 2019 બાદ પાકિસ્તાન કલાકારો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આની પહેલા ફવાદ ખાન અને માહિરા ખાને બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યુ છે. આ ભારતમાં પણ ખૂબ લોકપ્રિય છે. જેની લોકપ્રિય સીરિયલ હમસફર પણ અહીં હિટ થઇ હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow