અર્જુનની સેન્ચુરી પર પહેલી વખત પિતા સચિન તેંડુલકરે આપી પ્રતિક્રિયા, કહ્યું- દરેક પિતા ઈચ્છે છે કે....

સચિન તેંડુલકરે દિકરા અર્જુન તેંડુલકરના ભારતીય ક્રિકેટ રણજી ટ્રેફીમાં પોતાનું ડેબ્યૂ કર્યું છે. અર્જુને આ મેચમાં સેન્ચુરી ફટકારી પોતાના જ પિતા સચિનના એક રેકોર્ડની પણ બરાબરી કરી છે. આ સેન્ચુરી પર હવે સચિન તેંડુલકરે પોતાનું પહેલુ રિએક્શન આપ્યું છે.

સચિને પોતાના એક ઈવેન્ટમાં પોતાની ડેબ્યૂ સેન્ચુરી અને પિતા રમેશ તેંડુલકર સાથે જોડાયેલો કિસ્સો શેર કર્યો. સાથે જ તેમણે કહ્યું કે સારૂ થયું તમે મને આ સવાલ કર્યો. આ માટા માટે ગર્વની વાત છે. કારણ કે દરેક પિતા ઈચ્છે છે કે તેને તેમના બાળકના કામથી ઓળખવામાં આવે.

નાઈટ વોચમેન તરીકે ઉતરેલા અર્જુને ફટકારી સેન્ચુરી
હકીકતે 23 વર્ષના અર્જુન તેંડુલકરે રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં ગોવા માટે રમતા ડેબ્યૂ કર્યું. અર્જુને પોતાના ડેબ્યૂ મેચમાં જ રાજસ્થાન વિરૂદ્ધ શાનદાર ઈનિંગ રમી. અર્જુન તેંડુલકરે પોતાની ઈનિંગમાં 207 હોલમાં 120 રન ફટકાર્યા. તેમણે પોતાની ઈનિંગમાં 16 ચોગા, 2 છગા માર્યા.

સચિને જણાવ્યો પિતા સાથેનો જુનો કિસ્સો
એક ઈવેન્ટમાં અર્જુનના સવાલ પર સચિને પોતાના પિતા સાથે જોડાયેલો એક કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે કહ્યું, "મને આજે પણ યાદ છે કે જ્યારે મારા ક્રિકેટના શરૂઆતી દિવસ હતા ત્યારે મારા પિતાને કોઈ શખ્સે સચિનના પિતા કહીને સંબોધિત કર્યા હતા. ત્યારે મારા પિતાના મિત્રેએ તેમને પુછ્યું હતું કે તમને કેવું લાગી રહ્યું છે.? ત્યારે તેમણે કહ્યું હતું કે આ મારા જીવનની સૌથી ગૌરવન્વિત કરનાર ક્ષણ છે. દરેક પિતા ઈચ્છે છે કે તે પોતાના બાળકના કામથી ઓળખાય."

સચિને માન્યુ કે એક ક્રિકેટરનો દિકરો હોવાના કારણે વધારે પ્રેશર હોય છે. તેણે સન્યાસ બાદ મીડિયાને અપીલ કરી હતી કે તે અર્જુન પર એક્સ્ટ્રા દબાણ ન બનાવે. મારા માતા-પિતાએ પણ મારા પર આવું કોઈ પ્રેશર ન હતુ આપ્યું. સચિને ત્યારે મીડિયાને પ્રશ્ન કર્યો હતો કે અર્જુનને પ્રદર્શન કરવા દો. ત્યાર બાદ જ કંઈક કહી શકાશે.