બાપ રે! 3.5 મિનિટમાં પાસ્તા તૈયાર ન થતાં મહિલાએ ફૂડ કંપની પર કર્યો આટલા કરોડનો કેસ, કહ્યું 'ખોટી અને ભ્રમિત જાહેરાત

બાપ રે! 3.5 મિનિટમાં પાસ્તા તૈયાર ન થતાં મહિલાએ ફૂડ કંપની પર કર્યો આટલા કરોડનો કેસ, કહ્યું 'ખોટી અને ભ્રમિત જાહેરાત

એક મહિલાએ ક્રાફ્ટ હેંજ (Kraft Heinz) નામની ફૂડ કંપની પર 40 કરોડ રૂપિયાથી વધુનો કેસ કર્યો છે અને તેનો દાવો છે કે કંપનીએ જે મેક્રોની અને ચીઝ પાસ્તાના પકાવવા માટે 3.5 મિનિટનો સમય અપાયો હતો એ વસ્તુઓ આટલી મિનિટમાં બની નથી. આ માટે મહિલાએ ખોટી અને ભ્રમિત જાહેરાત કરવાનો આરોપ લગાવતા એ ફૂડ કંપની પર કેસ કરી દીધો છે. જણાવી દઈએ કે આ કિસ્સો અમેરિકાને છે અને હાલ ત્યાં આ કિસ્સાએ ઘણું જોર પકડયું છે.

ધ વોશિંગટનની એક પોસ્ટ અનુસાર ફ્લોરિડાની રહેવાસી અમાંડા રમીરેજનામની મહિલાએ ક્રાફ્ટ હેંજ (Kraft Heinz) કંપની પર  40 કરોડ રૂપિયાથી વધુનો કેસ કર્યો છે. તેનો આરોપ છે કે ક્રાફ્ટ હેંજ (Kraft Heinz) કંપની ખોટી અને ભ્રમિત કરે એવી જાહેરાત કરી રહી છે. કારણ કે કંપનીના દાવા મુજબ મેક્રોની અને ચીઝ પાસ્તાના 3.5 મિનિટમાં તૈયાર થઈ જાય છે પણ અમાંડા એ જ્યારે તે બનાવ્યું તો એ આટલા સમયમાં તૈયાર થયું નહતું.

અમાંડા એ આ વિશે કહ્યું હતું કે, ક્રાફ્ટ હેંજ (Kraft Heinz) ના એ પ્રોડક્ટ પેકેટમાં જે સમય લખ્યો છે એ ફક્ત માઇક્રોવેવ સુધી રાખવા જવાનો સમય છે. આ સિવાય મેક્રોની બનાવવામાં તેમાં લખ્યા છે તેના કરતાં ઘણા વધુ સ્ટેપ ફોલો કરવા પડે છે પણ કંપનીએ આખી પ્રક્રિયામાં લગતા સમય વિશે કોઈ માહિતી આપી નથી.

એટલા માટે અમાંડા એ આ પછી 'રેડી ટુ કૂક' વાળી ફૂડ કંપની પર 5 મિલિયન ડોલર એટલે કે 40 કરોડ 80 લાખનો કેસ કર્યો છે અને આ સાથે જ તેને કંપની પર આરોપ લગાવ્યો છે કે પ્રોડક્ટના  ડબ્બા પર જે સમય લખ્યો છે એટલા સમયમાં પ્રોડક્ટ તૈયાર નથી થતી. જણાવી દઈએ કે અમાંડાએ 18 નવેમ્બરના દિવસે આ કેસ ફાઇલ કર્યો હતો અને આ વિશે ક્રાફ્ટ હેંજ હેંજ (Kraft Heinz) કંપની તરફથી પણ વળતી પ્રતિક્રિયા મળી છે અને કહેવામાં આવ્યું છે કે આ દાવો બિલકુલ ખોટો છે અને કોર્ટમાં કંપની તેના પર લાગેલ આરોપોનો બચાવ પણ કરશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow