પુત્રીને ડિફેન્સમાં જવાની મહેચ્છા, તેનું ધ્યેય ન ભટકે માટે પિતાએ બાઇક આર્મીના રંગે રંગાવ્યું

પુત્રીને ડિફેન્સમાં જવાની મહેચ્છા, તેનું ધ્યેય ન ભટકે માટે પિતાએ બાઇક આર્મીના રંગે રંગાવ્યું

26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ઉજવવા દરેક ભારતીય નાગરિક થનગની રહ્યો છે ત્યારે રાજકોટના યુવાને પોતાનો દેશ પ્રેમ અનોખી રીતે વ્યક્ત કર્યો છે. તેમની પુત્રીને ભવિષ્યમાં આર્મી જોઈન કરી દેશ સેવા કરવાની ઇચ્છા છે અને અત્યારથી જ તેના મન અને ધ્યેયને તે વળગી રહે, એ જ દિશામાં આગળ વધવાની સતત પ્રેરણા મળતી રહે તે માટે યુવાને પોતાના બાઇકને આર્મીના રંગે રંગી નાખ્યું છે, કેમકે પોતે કાયમ એ બાઇક પર જ દીકરીને ટ્યુશન માટે લેવા મૂકવા જાય છે. આથી બાઇક તેની નજર સામે સતત રહે છે. પોતાના બાઈકને આર્મીના રંગે રંગી પુત્રીની ઈચ્છા પૂરી કરવા એક એક ડગલું આગળ વધી રહ્યાનો યુવાને આશાવાદ વ્યક્ત કર્યો હતો.

રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટ ખાતે પેપર કટિંગ મશીન ધરાવતા અજયભાઈ દુદકિયાનો દેશપ્રેમ અનોખો છે. તેમની પુત્રીને ભવિષ્યમાં નેશનલ ડિફેન્સ એકેડેમી જોઈનકરી દેશ સેવા કરવાની મહેચ્છા છે અને પિતા અજયભાઈ અત્યારથી જ તેને ઘરમાં, વાહનમાં આર્મીનો માહોલ મળી રહે તે માટે પોતાના બાઈકને આર્મીના ડ્રેસના કલરથી રંગી તિરંગાનું લેબલ લગાવી દીધું છે. જેથી દિકરીની નજર સતત ડિફેન્સની કારકિર્દી પર બની રહે.

પુત્રીને સ્કૂલબેગ સહિતની ચીજો આર્મીના ડ્રેસકોડ મુજબ લઇ દેવાની ઇચ્છા
અજયભાઇએ વધુમાં જણાવ્યું હતું કે મારી દીકરી હજુ તો નાની છે, પરંતુ તેને ડિફેન્સમાં જઇ કારકિર્દી બનાવવાની મહેચ્છા છે. અત્યારથી જ તેના મન પર એની ધુન સવાર થઇ ગઇ છે. આથી મને આ બાબત ખુબ જ પ્રેરણા આપે છે કે મારી દીકરી દેશ સેવા માટે આગળ વધશે.

આથી મેં બાઇક તો રંગાવી નાખ્યું, હજુ પણ તેની સ્કૂલ બેગ, લેપટોપ બેગ, કેપ વગેરે આર્મીના ડ્રેસકોડ મુજબના રંગના જ લઇ આપવાનો વિચાર છે, જેથી તે પોતાના ધ્યેયથી ચલિત ન થાય અને નિશ્ચિંતપણે આગળ વધી શકે. અને તેને સતત આર્મીની અનુભૂતિ થતી રહે.

Read more

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

“અન્ન સુરક્ષા હવે માત્ર હક્ક નથી, ગુજરાત સરકાર માટે આ જનહિતની શ્રેષ્ઠતા છે" - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ગરીબ કલ્યાણ અન્ન યોજના

By Gujaratnow
બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

"ખેડૂતોને તેમના ખેતરમાં જ પાણીનું સંગ્રહ બનાવવાની 'ખેત તલાવડી' યોજના સરકાર દ્વારા અમલી" - મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા આ યોજના

By Gujaratnow
અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow