બે બાળકોના પિતાનું લગ્નમાં ડાન્સ કરતા-કરતા મોત…
મિત્રો હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિનું લગ્નમાં ડાન્સ કરતી વખતે અચાનક જ મોત થયું હતું. જેનો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બનતા જ લગ્નની ખુશીઓમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર લગ્નમાં ડાન્સ કરતી વખતે અચાનક જ 40 વર્ષીય મનોજ નામનો વ્યક્તિ જમીન પર ઢળી પડ્યો હતો.
સમગ્ર ઘટના બન્યા બાદ સબંધીઓ મનોજભાઈ ને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે મનોજભાઈ ને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના વારાણસી માંથી સામે આવી રહી છે
મળતી માહિતી અનુસાર મનોજ પોતાની પત્ની અને દીકરા સાથે ભત્રીજાના લગ્નમાં ગયો હતો. અહીંથી જાન નીકળવાની હતી અને જાન લખનવ જવાની હતી. જાનમાં સંબંધીઓ ઢોલ નગારાના તાલ ઉપર એક અલગ અંદાજમાં ડાન્સ કરી રહ્યા હતા. જાનમાં મનોજ પણ ખૂબ જ અલગ અંદાજમાં ડાન્સ કરી રહ્યા હતા.
પાંચ સાત મિનિટ ડાન્સ કર્યા બાદ અચાનક જ તેઓ ઢળીને જમીન પર પડ્યા હતા. ત્યારબાદ ત્યાં હાજર આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. મનોજભાઈને ઉભા કરવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેઓ ઉભા થઈ શક્યા નહીં અને તેમના શરીરનું હલનચલન પણ બંધ થઈ ગયું. ત્યારબાદ મનોજભાઈ ને સંબંધીઓ તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.
ત્યાં હાજર ડોક્ટરે તેમની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડાન્સ કરતી વખતે અચાનક જ મનોજભાઈને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો જેના કારણે તેમનું મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મનોજભાઈના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. મનોજભાઈના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.