રાજકોટમાં 2 હજારના બદલામાં નકલી નોટ ધાબડવાનો કારસો

રાજકોટમાં 2 હજારના બદલામાં નકલી નોટ ધાબડવાનો કારસો

રૂ.2 હજારના દરની નોટને ચલણમાંથી પરત ખેંચવામાં આવી રહી છે, અને લોકો બેંકમાં તે નોટ જમા કરાવવા દોડધામ કરી રહ્યા છે ત્યારે આ તકનો લાભ ઉઠાવવા રૂ.2 હજારના નોટના બદલામાં રૂ.500 અને 100ની નકલી નોટ છાપવાનું શરૂ કરી અને બજારમાં તેને ધાબડવાનો કારસો રચ્યો હતો, પોલીસે ત્રણ શખ્સને રૂ.23,44,500ની નકલીનોટ સાથે ઝડપી લીધા હતા અને અગાઉ કેટલા લોકોને નકલીનોટ ધાબડી હતી તે મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

શહેરના સાધુ વાસવાણી રોડ પર દૂધનું પાર્લર ચલાવતા બે શખ્સો પાસે રૂ.500 અને રૂ.100ના દરની જાલીનોટનો જથ્થો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી. જાડેજા અને એલસીબી ઝોન-2ના પીએસઆઇ આર.એચ.ઝાલા સહિતની ટીમ ત્યાં દોડી ગઇ હતી. પોલીસે દૂધ પાર્લરમાં હાજર બાલાજીપાર્કમાં રહેતા વિશાલ બાબુ ગઢિયા (ઉ.વ.45) અને પાટીદાર ચોક પાસેના પામસિટી એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલ વસંત બુદ્ધદેવ (ઉ.વ.39)ને સકંજામાં લઇ તલાશી લેતા બંને પાસેથી રૂ.500ના દરની 200 નકલી નોટનો જથ્થો મળી આવ્યો હતો, પોલીસે આ મામલે બંનેની આગવીઢબે પૂછપરછ કરતાં વિશાલ ગઢિયાએ કેફિયત આપી હતી કે, નકલી નોટનો જથ્થો મોરબી રોડ પરના અમૃતપાર્કમાં રહેતા નિકુંજ અમરશી ભાલોડિયા (ઉ.વ.35)પાસેથી ખરીદ કરી હતી.

આ માહિતી મળતાં જ પીઆઇ જાડેજા સહિતનો કાફલો અમૃતપાર્કમાં દોડી ગયો હતો, નિકુંજ ભાલોડિયાના મકાને પહોંચતા જ પોલીસ ચોંકી ઊઠી હતી, નિકુંજ ભાલોડિયાના ઘરેથી પોલીસને રૂ.500ના દરની 4422 તથા રૂ.100ના દરની 335 નકલી નોટ મળી આવી હતી, પોલીસે નિકુંજ ભાલોડિયાને પણ ત્યાંથી ઉઠાવી લીધો હતો, અને તેના ઘરેથી સ્કેનર, પ્રિન્ટર, કમ્પ્યૂટર સિસ્ટમ અને 3 મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની આગવીઢબની પૂછપરછમાં નિકુંજ ભાલોડિયા ભાંગી પડ્યો હતો.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow