વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીના કેનેડા પર આકરા પ્રહાર

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીના કેનેડા પર આકરા પ્રહાર

કેનેડાના મુદ્દા વચ્ચે વિદેશ મંત્રાલયે ગુરુવારે પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેણે કેનેડામાં સસ્પેન્ડેડ વિઝા સેવાઓથી લઈને દરેક સવાલના જવાબ આપ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે આ કેસમાં અમુક અંશે પૂર્વગ્રહ છે. કેનેડા સરકારે આક્ષેપો કર્યા છે અને કાર્યવાહી કરી છે. અમને લાગે છે કે કેનેડા સરકારના આ આક્ષેપો મુખ્યત્વે 'રાજકીય રીતે પ્રેરિત' છે.

કેનેડા મુદ્દે વિદેશ મંત્રાલયે પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેણે વિઝા સેવાઓથી લઈને દરેક સવાલોના જવાબ આપ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે 'આ કેસમાં અમુક અંશે પૂર્વગ્રહ છે. અમને લાગે છે કે આક્ષેપો મુખ્યત્વે રાજકીય રીતે પ્રેરિત છે.' ભારત-કેનેડા રાજદ્વારી વિવાદ પર બાગચીએ કહ્યું હતું કે 'અમારી પાસે કેનેડાથી વધુ રાજદ્વારીઓ છે. આ બાબતમાં અમારી સંખ્યા ઘણી ઓછી છે. આગામી દિવસોમાં કેનેડિયન એમ્બેસીના વધુ કર્મચારીઓ ઉમેરવામાં આવશે.' અમે ખાલિસ્તાન સાથે જોડાયેલા પુરાવા કેનેડાને અનેક પ્રસંગોએ આપ્યા છે, પરંતુ કોઈ જરૂરી કાર્યવાહી કરવામાં આવી નથી.

અરિંદમ બાગચીએ વધુમાં જણાવ્યું હતું કે 'એ વાત સાચી છે કે G-20 દરમિયાન ટ્રુડોએ મોદી સમક્ષ નિજ્જરની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ PM મોદીએ તેને સદંતર ફગાવી દીધો હતો.'

કેનેડા ઉગ્રવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે જણાવ્યું હતું કે કેનેડા ખાલિસ્તાની અલગતાવાદીઓને "સુરક્ષિત આશ્રયસ્થાન" પ્રદાન કરે છે, જ્યારે પાકિસ્તાને તેમને ભંડોળ પૂરું પાડ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવકત્તા અરિંદમ બાગચીએ આજે પ્રેસ-કોન્ફરન્સમાં આ વાત કહી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow