નિકાસ 22% ઘટી ત્રણ વર્ષના તળિયે વેપારખાધ ઘટીને $20.3 અબજ

નિકાસ 22% ઘટી ત્રણ વર્ષના તળિયે વેપારખાધ ઘટીને $20.3 અબજ

વૈશ્વિક સ્તરે ખાસ કરીને યુએસ અને યુરોપના માર્કેટમાં સ્લોડાઉનને કારણે વૈશ્વિક માંગ ઘટતા દેશની નિકાસ જૂન દરમિયાન 22% ઘટીને $32.97 અબજ સાથે 3 વર્ષના નીચલા સ્તરે નોંધાઇ છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર જૂનમાં આયાત-નિકાસમાં ઘટાડો થવાને કારણે વેપાર ખાધ પણ ઘટીને $20.3 અબજ નોંધાઇ છે જે અગાઉ $22.07 અબજ હતી.

આયાત પણ 17.48% ઘટીને $53.10 અબજ નોંધાઇ હતી. મે 2020 દરમિયાન કોવિડ-19 મહામારીની અસરને કારણે નિકાસ 36.47% ઘટી હતી. વાણિજ્ય સચિવ સુનિલ બાર્થવાલે જણાવ્યું હતું કે ટ્રેડ સેક્ટરનો ગ્રોથ વૈશ્વિક પરિબળો પર નિર્ભર હોય છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને જે રીતે વૈશ્વિક વેપારમાં સ્લોડાઉનની આશંકા વ્યક્ત કરી હતી તે ડર હવે સાચો સાબિત થઇ રહ્યો છે. વેપારમાં મંદીના કારણ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે યુએસ, યુરોપ જેવા મહત્વના માર્કેટમાં સ્લોડાઉન છે અને ત્યાં ફુગાવાનું દબાણ પણ વધી રહ્યું છે. કેટલાક અમીર દેશોમાં સખત નાણાકીય નીતિને પગલે પણ મેન્યુફેક્ચરિંગ અને બિઝનેસને અસર થવાને કારણે સ્લોડાઉન જોવા મળ્યું હતું. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આગામી મહિનામાં માંગમાં તેજી જોવા મળશે તેવી અપેક્ષા રાખે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow