વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટમાં લોન્ચ થયા બાદ વિસ્ફોટ

વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટમાં લોન્ચ થયા બાદ વિસ્ફોટ

વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ બુધવારે લોન્ચ થયા બાદ મેક્સિકોની વિસ્ફોટ થયો હતો. રોકેટને લગભગ સાંજે 7 વાગ્યે ટેક્સાસના બોકા ચિકાથી ​લોન્ચ કરવામાં આવ્યું હતું. સ્ટારશિપનું આ પ્રથમ ઓર્બિટલ ટેસ્ટ હતું. અગાઉ મંગળવારે પણ લોન્ચ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રેશર વાલ્વ ફ્રીજ થઈ જવાને કારણે લોન્ચિંગ 39 સેકન્ડ પહેલા જ અટકાવી દેવામાં આવ્યું હતું.

સ્ટેનલેસ સ્ટીલ સ્ટારશીપ સ્પેસએક્સ દ્વારા બનાવવામાં આવી છે, જે વિશ્વના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કની કંપની છે. સ્પેસએક્સે જણાવ્યું હતું કે સ્ટેજ વિભાજન પહેલાં સ્ટારશીપને ઝડપી અનશિડ્યુલ્ડ ડિસએસેમ્બલીનો અનુભવ થયો હતો. આ પ્રકારના ટેસ્ટમાં આપણે જે શીખીએ છીએ તેમાંથી સફળતા મળે છે. આજની કસોટી અમને સ્ટારશિપની વિશ્વસનીયતા સુધારવામાં મદદ કરશે.

લોન્ચપેડ પરથી રોકેટની ઉડાન જ મોટી સફળતા છે
સ્પેસએક્સે કહ્યું કે, સ્ટારશિપના પ્રથમ ફ્લાઇટ ટેસ્ટ માટે સમગ્ર સ્પેસએક્સ ટીમને અભિનંદન. ટીમો ડેટાની સમીક્ષા કરવાનું ચાલુ રાખશે અને આગામી ફ્લાઇટ ટેસ્ટની દિશામાં કામ કરશે. સ્ટારશિપની નિષ્ફળતા પછી પણ કર્મચારીઓ સ્પેસએક્સ હેડક્વાર્ટરમાં ઉજવણી કરતા જોવા મળ્યા હતા કારણ કે લોન્ચપેડ પરથી રોકેટની ઉડાન એક મોટી સફળતા હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow