છૂટાછેડા થયા બાદ દુકાનમાં ઘૂસી યુવક પર પૂર્વ સાસરિયાનો હુમલો

છૂટાછેડા થયા બાદ દુકાનમાં ઘૂસી યુવક પર પૂર્વ સાસરિયાનો હુમલો

શહેરના નાનામવા વિસ્તારમાં રહેતો યુવક સોમવારે સવારે ગોંડલ રોડ પર દુકાનમાં નોકરી પર હતો ત્યારે તેના પૂર્વ સાસરિયાઓએ દુકાનમાં ઘૂસી ધમાલ કરી યુવકને મારકૂટ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

નાનામવાના તિરુપતિપાર્કમાં રહેતા અને ગોંડલ રોડ પર કાર ડેકોરની દુકાનમાં નોકરી કરતાં દર્શન પ્રવીણભાઇ આંબલિયા (ઉ.વ.23)એ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રમેશ ડાયા ડાંગરિયા, યોગેશ ડાંગરિયા, મહેશ ડાંગરિયા તથાં અજાણ્યા શખ્સોના નામ આપ્યા હતા.

દર્શને પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, તેની પાડોશમાં રહેતી વિધિ ડાંગરિયા સાથે તેને પ્રેમસંબંધ હોય યુવતીના પરિવારજનોના વિરોધ વચ્ચે વર્ષ 2022માં ભાગીને કોર્ટ મેરેજ કરી લીધા હતા. લગ્ન બાદ યુવતીના પરિવારજનો દ્વારા દબાણ શરૂ કરવામાં આવ્યું હતું અને વિધિવત રીતે લગ્ન કરાવી દેશે તેવા વચનો આપી પરત બોલાવી લેવાયા હતા. જોકે ત્યારબાદ છૂટાછેડા થઇ જાય પછી વિધિવત રીતે લગ્ન કરાવી દેશે તેવું જણાવી છૂટાછેડા કરાવી દીધા હતા.

શુક્રવારે યુવતી અને દર્શન બંને મોબાઇલમાં વાતચીત કરતા હતા ત્યારે બંને વચ્ચે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા દર્શને યુવતીના પિતાની કારનો કાચ ફોડી નાખ્યો હતો અને આ મામલે દર્શન સામે કારમાં નુકસાન કરવા અને યુવતીને પરેશાન કરતો હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow