સૌ. યુનિ.ખાતે 20મીએ રાજ્યપાલ 126 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 43 હજાથી વધુને પદવી એનાયત કરશે

સૌ. યુનિ.ખાતે 20મીએ રાજ્યપાલ 126 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 43 હજાથી વધુને પદવી એનાયત કરશે

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે આગામી તારીખ 20 જાન્યુઆરી ને શુક્રવારના રોજ 57મો પદવીદાન સમારોહ યોજાવવાનો છે જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ નવનિયુક્ત શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસુરીયા ઉપસ્થિત રહેશે. આ પદવીદાન સમારોહની અંદર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે 126 વિદ્યાર્થીઓને 145 ગોલ્ડ મેડલ એનાયત થશે અને કુલ 43,062 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.

તાન્યા આનંદે 10 ગોલ્ડ મેડલ મેળવ્યા
આચાર્ય દેવવ્રતના હસ્તે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે જેમાં જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની મેડીસીન ફેકલ્ટીની એમ.બી.બી.એસ.ની વિદ્યાર્થિની તાન્યા આનંદે હાઈએસ્ટ 508 માર્કસ મેળવતા સૌથી વધુ 10 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. જયારે મેડિસિન ફેકલ્ટીમાં જ માસ્ટર ઓફ સર્જનની જનરલ સર્જન વિષયની વિદ્યાર્થિની ધીરતા કાપડીઆને 3 ગોલ્ડ મેડલ, આર્ટસ ફેકલ્ટીમાં બી.એ. ગુજરાતી વિષયની વિદ્યાર્થિની હેતલ વોરાને 3 તો એમ.એ. અંગ્રેજી વિષયની વિદ્યાર્થિની દિવ્યા ગોપલાણીએ 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

43,062 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે
આ સાથે કાયદામાં તુષાર લશ્કરીએ 3, હોમ સાયન્સમાં નિશા કણઝારીયાએ 2, બિઝનેસ મેનેજમેન્ટમાં અંજલિ ઉંધાડને 2 ગોલ્ડ મેડલ જાહેર થયા છે તો 14 વિદ્યાશાખાના 43,062 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પદવીદાન સમારોહની અંદર સત્તાધીશોનો કોઈ ડ્રેસકોડ હજુ સુધી નક્કી કરવામાં આવ્યો નથી પરંતુ વિદ્યાર્થીઓને વ્હાઈટ ટોપ-બ્લેક ટ્રાઉઝર પહેરવાની સૂચના આપવામાં આવી છે.

સૌ. યુનિવર્સીટીમાં 13 ફેકલ્ટીમાં 145 ગોલ્ડ મેડલ

ફેકલ્ટીમેડલ
મેડિસિન52
આર્ટસ34
સાયન્સ27
કાયદા11
બિઝનેસ મેનેજમેન્ટ05
હોમસાયન્સ03
કોમર્સ03
એજ્યુકેશન03
રૂરલ સ્ટડીઝ02
પર્ફોમિંગ આર્ટસ02
ફાર્મસી01
હોમિયોપેથી01
આર્કિટેક્ચર01

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow