ભારતમાં છેલ્લાં 5 વર્ષમાં બજારમાં આવતી દર પાંચમી બ્યૂટી પ્રોડક્ટ પુરૂષો માટે હોય છે

ભારતમાં છેલ્લાં 5 વર્ષમાં બજારમાં આવતી દર પાંચમી બ્યૂટી પ્રોડક્ટ પુરૂષો માટે હોય છે

સુંદર દેખાવા માટે બ્યુટી પ્રોડક્ટ્સનો વપરાશ હવે મહિલાઓ સુધી સીમિત રહ્યો નથી. પુરુષોમાં પણ આ પ્રોડક્ટ્સનો ક્રેઝ વધતો જાય છે. આ જ કારણ છે કે, દેશમાં પુરુષો માટે ખાસ બ્યુટી અને પર્સનલ કેર(BPC) પ્રોડક્ટ્સના લોન્ચિંગમાં વધારો થયો છે. છેલ્લાં 5 વર્ષમાં લોન્ચ થયેલી દરેક બ્યુટી પ્રોડક્ટ્સ પુરુષોના વપરાશ માટે હતી. જેના લીધે મેલ ગ્રુમિંગ પ્રોડક્ટ્સનું બજાર 10 હજાર કરોડને પાર પહોંચી ગયું છે.  

કન્ઝ્યુમર રિસર્ચ કંપની મિન્ટેલના રિપોર્ટ અનુસાર, ઓગષ્ટ 2017થી જુલાઇ 2022ની વચ્ચે ભારતમાં લોન્ચ થનાર 20% BPC પ્રોડક્ટ્સ ખાસ કરીને પુરુષો માટે હતા.

આ મામલે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારતે ચીન અને જાપાનને પાછળ છોડી દીધા છે. ચીનમાં આ આંકડો 15% અને જાપાનમાં 10% છે. ઘણા નિષ્ણાતોનું માનવું છે કે, ઓફિસમાં મહિલાઓની સંખ્યા વધવાની સાથે પુરુષોમાં આકર્ષક દેખાવાનું ચલણ વધ્યું છે.

દેશમાં વાર્ષિક 8% મેલ ગ્રુમિંગ પ્રોડક્ટનું માર્કેટ વધી રહ્યું છે
ઈન્ટરનેશનલ માર્કેટ એનાલિસિસ રિસર્ચ એન્ડ કન્સલ્ટિંગ ગ્રુપના જણાવ્યા અનુસાર, 7.93%ની વાર્ષિક વૃદ્ધિ સાથે ભારત મેલ ગ્રુમિંગ પ્રોડક્ટ માટે સૌથી ઝડપથી વિકસતું બજાર છે. મેલ ગ્રુમિંગ પ્રોડક્ટ કંપની જ્લેડના કો-ફાઉન્ડર સુરજ ચૌધરીએ કહ્યું કે, દેશમાં મેલ ગ્રુમિંગને લઇને જાગૃતિ વધી રહી છે.  

નવા પ્રોડક્ટ ઉમેરવામાં પુરુષો સ્ત્રીઓ કરતાં વધુ આગળ છે
સર્વેમાં 84% પુરુષોએ કહ્યું કે, તેઓ તેમના લુક્સ અને અપીયરન્સને લઇને સજાગ રહે છે. એટલા માટે બીપીસી પ્રોડક્ટનો વપરાશ કરે છે. ભારતના દર 10માંથી 3(30%) પુરુષો વધારે ફેશિયલ સ્કિનકેર પ્રોડક્ટનો વપરાશ કરવા ઇચ્છે છે. જ્યારે મહિલાઓમાં આ આંકડો 26% છે.

સોશિયલ મીડિયાએ વધારી મેલ બ્યુટી પ્રોડક્ટની માંગ
મિન્ટેલ રિપોર્ટ ઇન્ડિયાની સીનિયર બ્યુટી એન્ડ પર્સનલ કેર એનાલિસ્ટ તાન્યા રાજાનીના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર વીડિયો અને સેલ્ફીના વધતા ચલણે પુરુષોની વચ્ચે બ્યુટી પ્રોડક્ટના વપરાશને વધારો આપ્યો છે. આ દરમિયાન ઈ-કોમર્સ દ્વારા પણ પુરુષોની બ્યુટી પ્રોડક્ટની ઍક્સેસ વધી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow