Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
health care tips

વર્ષોથી હશે કબજિયાતની સમસ્યા તો પણ આ રીતે મળશે હંમેશા માટેનો છૂટકારો, દવાની પણ નહીં પડે જરૂર

Gujaratnow2 min read
વર્ષોથી હશે કબજિયાતની સમસ્યા તો પણ આ રીતે મળશે હંમેશા માટેનો છૂટકારો, દવાની પણ નહીં પડે જરૂર

કબજીયાતને દૂર કરવા આ ખાદ્ય પદાર્થોનુ કરો સેવન

જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં ત્રણથી વધુ વખત મળ ત્યાગ કરી શકતો નથી તો તેનુ આખુ પેટ સાફ થતુ નથી. એટલેકે તે કબજીયાતની બિમારીથી પીડિત છે. કબજીયાત જેમ-જેમ જૂની થતી જાય છે, તેના કારણે વ્યક્તિને પેટમાં દુ:ખાવો, ગેસ અને પાચન તંત્રમાં ગડબડ જેવી અનેક પરેશાનીઓ થાય છે. આવી સ્થિતિમાં તેનાથી છૂટકારો મેળવવો ખૂબ જરૂરી છે. કબજીયાતના ઘણા કારણો હોઇ શકે છે, જેમાં ડિહાઈડ્રેશન, ફાઈબરવાળા ભોજનનુ ઓછુ સેવન, શારીરીક ગતિવિધિની કમી, અમુક પ્રકારની દવાઓ, પાચનમાં ગડબડ અને આંતરડાના બેક્ટેરિયામાં અસંતુલન વગેરેનો સમાવેશ થાય છે. તેથી અમે અહીં કબજીયાતને દૂર કરવા માટે કેટલાંક ખાદ્ય પદાર્થોનુ સુચન આપી રહ્યાં છે, જેનુ સેવન તમારા મળને નરમ કરવામાં મદદ કરી શકે છે અને તમને કબજીયાતમાંથી છૂટકારો અપાવી શકે છે.

કબજીયાતને દૂર કરવા માટે ફાયદાકારક છે સફરજન

દરરોજ એક સફરજન ખાવાથી તમને કબજીયાતમાંથી રાહત મળી શકે છે. કારણકે સફરજન અને ખાસ કરીને તેની છાલમાં ઘણુ વધારે ફાઈબર હોય છે. સફરજનની છાલમાં ઘુલનશીલ અને અઘુલનશીલ ફાઈબર બંનેનો સારો સ્ત્રોત છે, જે તમારા મળને નરમ કરવામાં સહાયતા કરે છે, જેનાથી મળ પાસ થવો સરળ થાય છે. આ ઉપરાંત સફરજન તમારા હેલ્થ માટે ખૂબ સારું છે.

સૂકી રાસબરી કરે છે પેટ સાફ

જો તમે દરરોજ કબજીયાતથી ઝઝૂમી રહ્યાં છો તો તમારે સૂકી રાસબરીનુ સેવન કરવુ જોઈએ. જેના માટે બે થી ત્રણ સુકી રાસબરી આખી રાત પાણીમાં પલાળી દો અને સવારે ભૂખ્યા પેટે તેનુ સેવન કરો. જેના સેવનથી તમને કબજીયાતમાં છૂટકારો મળી શકે છે, કારણકે તેમાં અઘુલનશીલ ફાઈબર, સોર્બિટોલ અને ક્લોરોજેનિક એસિડ હોય છે, જે જુલાબની જેમ પ્રભાવી થાય છે. તમે તેને જ્યુસરૂપે પણ લઇ શકો છો.

ડાયટમાં એડ કરો હેલ્ધી ફેટવાળા ફૂડ્સ

હેલ્ધી મોનોસેચ્યુરેટેડ અને પૉલીઅનસેચુરેટેડ ફેટયુક્ત ખાદ્ય પદાર્થથી તમે કબજીયાતની સમસ્યાને દૂર કરી શકો છો. હેલ્ધી મોનોસેચુરેટેડ અને પૉલીઅનસેચુરેટેડ ફેટનો અર્થ ખાવામાં ઑલિવ ઓઈલ, એવોકાડો, ટૂના-સાલ્મન જેવી માછલિઓ, નારિયેળ, દેશી ઘી, મેવા અને બીજ જેવા હેલ્ધી ફેટવાળા ફૂડ્સ છે. આ બધા આંતરડામાં સંકોચનને વધારે છે. જેનાથી મળ સરળતાથી થાય છે અને કબજીયાતમાંથી રાહત મળે છે.

કબજીયાતમાંથી છૂટકારો મેળવવા આ શાકભાજીનુ કરો સેવન

તમારા ભોજનમાં દરરોજ સારી અલગ-અલગ રંગબેરંગી શાકભાજીઓને એડ કરો. કારણકે તેમાં રહેલ ફાઈબર તમારા મળને બહાર નિકાળવામાં મદદ કરે છે. પાલક, ફૂલાવર, કોબીજ જેવી શાકભાજીઓ ઓવરઑલ હેલ્થ માટે ખૂબ સારી છે. આ સાથે પેટ સાફ કરવામાં પણ મદદ કરે છે. કારણકે આ વિટામિન અને ખનીજનો એક મોટો સ્ત્રોત છે. જો તમને બ્લોટીંગ જેમકે પેટ ફૂલવુ, ખાટ્ટા ઓડકાર આવવા જેવી સમસ્યાઓ છે, તો તમારે આ શાકભાજીને બાફીને ખાવી જોઈએ.

Gujaratnow2 min read

Related News