ઠંડીની સિઝનમાં તરસ ઓછી લાગે તો પણ પાણી પીતા રહેજો, નહીંતર થઇ જશો આ ગંભીર બીમારીના શિકાર

ઠંડીની સિઝનમાં તરસ ઓછી લાગે તો પણ પાણી પીતા રહેજો, નહીંતર થઇ જશો આ ગંભીર બીમારીના શિકાર

પાણી વ્યક્તિના શરીર માટે સૌથી જરૂરી વસ્તુ છે. પાણીની ઉણપથી શરીરમાં અનેક પ્રકારના રોગો થવા લાગે છે. પાણીની ઉણપને કારણે શરીરને અનેક પ્રકારનું નુકસાન થાય છે. મહિલાઓએ દરરોજ ૨.૭ લિટર અને પુરુષોએ ૩.૭ લિટર પાણી પીવું જરૂરી છે, પરંતુ અનેક લોકો પર્યાપ્ત માત્રામાં પાણી પીતા નથી. ખાસ કરીને ઠંડીની સિઝનમાં મોટાભાગનાં લોકોથી પાણી ઓછુ પીવાતુ હોય છે. કેમકે આ સીઝનમાં પાણીની તરસ પણ ઓછી લાગે છે.

ઓછું પાણી પીવાથી થઈ શકે છે આ બીમારીઓ
ઓછુ પાણી પીવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થઇ જાય છે જેના કારણે કબજિયાત જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય પાણીની ઉણપથી માથાના દુખાવો, થાક, ચક્કર, નબળાઇ, મોં સુકાઇ જવું, લો બ્લડ પ્રેશર, પગમાં સોજા પણ આવી શકે છે.

પાણીની ઉણપથી શરીર ડિહાઇડ્રેટ થતુ જાય
ઘણાં બધા લોકો શરીરમાં પાણીની ઉણપને ગંભીરતાથી લેતા નથી, પરંતુ આ વાતને તમારે ધ્યાનમાં લેવી જરૂરી છે કારણકે પાણીની ઉણપથી અનેક ગંભીર બીમારીઓ થઇ શકે છે. ઓછી તરસ લાગે તેનો અર્થ એ નથી કે તમારા શરીરને પાણીની જરૂરિયાત નથી. પાણીની ઉણપથી શરીર ધીરે-ધીરે ડિહાઇડ્રેટ થતુ જાય છે. ડિહાઇડ્રેશન શરીરના મુખ્ય અંગો પર ખરાબ અસર પાડે છે.

પાણી દરેક વ્યક્તિના શરીરમાં મહત્વનું કામ કરે છે. તે તમને હાઇડ્રેટેડ રાખે છે અને સાથે ત્વચાની ચમક જાળવી રાખે છે. પાચન કરવામાં પણ પાણી મહત્વનો ભાગ ભજવે છે. ડિહાઇડ્રેશનને કારણે મૂડ સ્વિંગની સમસ્યા, શરીરનું તાપમાન વધવુ, કિડની સ્ટોન અને કબજીયાત જેવી તકલીફો પણ થઇ શકે છે. પાણીની ઉણપને કારણે લાંબા સમયે તમને પેટની બીમારીઓ પણ થઇ શકે છે.

શરીરમાં પાણીની ઉણપ છે તે કેમ ખ્યાલ આવે?
શરીરમાં પાણીની ઉણપને કારણે ભૂખ વધારે લાગે છે. કંઇને કંઇ નવુ ખાવાનું ક્રેવિંગ રહેતુ હોય છે. એવામાં અચાનક ભૂખ લાગવી પણ પાણીની ઉણપ હોવાનો એક સંકેત છે. લો બ્લડ પ્રેશર, થાક, માથાનો દુખાવો, ગભરામણ અને વધારે ઊંઘ આવવી પણ શરીરમાં પાણીની ઉણપનો ઇશારો કરે છે. એવામાં ભરપૂર માત્રામાં પાણી પીઓ અને આ બીમારીઓને દૂર કરો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow