શિયાળામાં તરસ ન લાગે તેમ છતાં પીતાં રહો પાણી, નહીંતર થઈ શકે છે આ ગંભીર બીમારી

શિયાળામાં તરસ ન લાગે તેમ છતાં પીતાં રહો પાણી, નહીંતર થઈ શકે છે આ ગંભીર બીમારી

ઓછુ પાણી પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશન થાય છે

પાણી માણસના શરીર માટે સૌથી જરૂરી છે. પાણીની કમીના કારણે શરીરને ઘણા નુકસાન સહન કરવા પડી શકે છે. તબીબો મુજબ મહિલાઓ માટે દરરોજ 2.7 લીટર અને પુરૂષો માટે 3.7 લીટર પાણી જરૂરી છે. પરંતુ તમે ઘણી વખત પૂરતી માત્રામાં પાણી પીવાનુ ભૂલી જાઓ છો. ખાસ કરીને શિયાળાની સિઝનમાં વારંવાર તરસ ઓછી લાગવાના કારણે તમે ઓછુ પાણી પીવો છો. ઓછુ પાણી પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશન થાય છે, જેનાથી કબજીયાત જેવી ગંભીર સમસ્યા થઇ શકે છે. ડીહાઈડ્રેશનથી શરીરના મુખ્ય અવયવો પર ખરાબ અસર પડે છે.

પાણીની કમીથી થાય છે કબજીયાત

પાણી તમારા શરીર માટે ખૂબ કામ કરે છે. આ તમને હાઈડ્રેટેડ રાખે છે, સ્કિનની ચમક બનાવે છે અને ભોજનને તોડીને તેને પાચનમાં પણ  સહાયતા કરે છે. તેથી તમારા વૉટર ઈનટેક એટલેકે પાણી પીવાની માત્રા પર નજર રાખવી મહત્વપૂર્ણ છે, કારણકે આમ ના કરવાથી તમને ડિહાઈડ્રેશન થઇ શકે છે, જેનાથી તમને મૂડ સ્વિંગની સમસ્યા, શરીરનુ તાપમાન વધવુ, કિડની સ્ટોન અને કબજીયાત જેવી પરેશાની થઇ શકે છે. પાણીની કમી કબજીયાતને આમંત્રણ આપે છે, જેનાથી આગળ જતા તમને પેટની ઘણી બિમારીઓ થઇ શકે છે. સતત પાણીની કમી કબજીયાતને વધુ બગાડી દે છે.

આ લક્ષણોથી જાણો શરીરમાં થઇ ગઇ છે પાણીની કમી

શરીરમાં પાણીની કમી થતા અથવા ડિહાઈડ્રેશનના શિકાર લોકોને સામાન્ય લોકોની તુલનામાં ભૂખ ઘણી વધારે લાગે છે. તેમને કઈકને કઈક ખાવાની  ક્રેવિંગ થતી રહે છે. એવામાં અચાનક ભૂખ વધવી પણ પાણીની કમીનો સંકેત આપે છે. લો બ્લડ પ્રેશર, થાક, માથામાં દુ:ખાવો, ગભરાહટ અને વધુ ઊંઘ આવવી પણ શરીરમાં પાણીની કમી તરફ ઈશારો કરે છે. એવામાં ભરપૂર માત્રામાં પાણી પીને આ લક્ષણોને દૂર કરી શકાય છે.

ડિહાઈડ્રેશનથી બચવાની રીત

ડિહાઈડ્રેશનથી બચવા માટે સૌથી પહેલા તો ખૂબ પાણી પીવુ જરૂરી છે. પોતાને હાઈડ્રેટેડ રાખવા માટે આખો દિવસ પાણી પીવો. શરીરને દરેક સમયે પાણીની જરૂર પડે છે. સવારની શરૂઆત પાણીથી કરો અને રાત્રે એક ગ્લાસ પાણી પીને ઊંઘી જાઓ. તમે પાણી પીવા માટે રિમાઈન્ડર પણ સેટ કરી શકો છો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow