ભૂલથી પણ ઘરની આ જગ્યાઓ પર દવાઓ ન રાખતા, નહીં તો પરિવારના સ્વાસ્થ્યને થઇ શકે છે મોટું નુકસાન

વાસ્તુ શાસ્ત્રમાં રસોડામાં અમુક વસ્તુઓ મુકવાની મનાઈ કરવામાં આવી છે. રસોડામાં બળવા-વાગવાનો ખતરો વધારે હોય છે. જેના કારણે ઘણા લોકો ફર્સ્ટ એડ બોક્સ, એટલે દવાઓનો ડબ્બો રસોડામાં મુકે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં કોઈ પણ દવાઓનો ડબ્બો ન રાખવો જોઈએ.

ઘરના લોકોના સ્વાસ્થ્ય પર પડે છે અસર
રસોડામાં દવાઓ રાખવાથી ઘરના સદસ્યોના સ્વાસ્થ્ય પર અસર પડે છે. હંમેશા તેમના સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ રહે છે. કોઈ ને કોઈ નાની મોટી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા રહે છે. માટે ધ્યાન રાખો કે ભૂલથી પણ કોઈ પણ દવાઓના ડબ્બા રસોડામાં ન રાખો નહીં તો ઘરના લોકોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થઈ શકે છે.

આ વાતોનું રાખો ધ્યાન
વાસ્તુ અનુસાર ક્યારેય પણ કોઈ પણ દવાઓને દક્ષિણ-પૂર્વ દિશામાં ન રાખો, કારણ કે આ દિશામાં દવા રાખવાથી બીમારી લાંબા સમય સુધી રહે છે. તેની સાથે જ તમારે શારીરિક અને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
દવાઓને પશ્ચિમ દિશામાં પણ ન રાખવી જોઈએ. તેનાથી દર્દીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, દવાઓને હંમેશા ઉત્તર દિશામાં રાખવી જોઈએ. વાસ્તુમાં આ દિશોને શુભ માનવામાં આવે છે.
ક્યારેય પણ દવાઓને પોતાના માથાની જોડે ન રાખો કે આસપાસ ન રાખો. આમ કરવાથી રાહુ-કેતુનો પ્રભાવ પડે છે.