Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
astrology

રસ્તેથી જડેલી વસ્તુ પણ ચમકાવી શકે છે કિસ્મત, આ એક કામ કરવાથી ઊઘડી જશે નસીબનાં દ્વારા

Gujaratnow2 min read
રસ્તેથી જડેલી વસ્તુ પણ ચમકાવી શકે છે કિસ્મત, આ એક કામ કરવાથી ઊઘડી જશે નસીબનાં દ્વારા

જ્યારે જીવનમાંથી સમસ્યા દૂર થવા લાગે છે અને નસીબ ખૂલે છે ત્યારે એ વાતના અનેક સંકેતો અલગ અલગ રીતે મળવા લાગે છે. જ્યોતિષ હોય કે વાસ્તુશાસ્ત્ર વગેરેમાં આવા સંકેતો વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આ સંકેતોમાં રાત્રે જોયેલા સપનાથી લઈને આપણી આસપાસ બનતી દરેક નાની નાની ઘટનાઓનો સમાવેસ થાય છે. આજે અમે તમને એવા જ કેટલાક શુભ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે  આપણેને રસ્તા પર ચાલતા ચાલતા જોવા મળે તો સમજી જવું કે જલ્દી નસીબના તાળાં ખુલશે અને કિસ્મત ચમકી જશે. ઉદાહરણ તરીકે સિક્કા, શંખ કે સ્વસ્તિક જેવી શુભ વસ્તુઓ રસ્તામાં પડી મળે કે ઘરની બહાર નીકળતાની સાથે જ શુભ વસ્તુઓ જોવા મળે.

રસ્તામાં સિક્કા કે શંખ મળવા
રસ્તામાં ઘણા પ્રકારની વસ્તુઓ પડેલી જોવા મલ્ટી રહે છે પણ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી ખાસવસ્તુઓ વિશે બતાવવામાં આવ્યું છે જેને મળવી કે જોવી ખૂબ જ શુભ હોય છે. આ વસ્તુઓ છે સિક્કા, સ્વસ્તિક, ઘોડાની નાળ અને શંખ અને જો આ વસ્તુઓ જોવા મળે તો સમજી લેવું કે જીવનમાં સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ જલ્દી જ આવશે. જો તમને ક્યારેય પણ એવી કોઈ વસ્તુ પડેલી જોવા મળે કે તો તેને ઉઠાવી, સાફ કરીને ઘરના આંગણા કે બગીચામાં દાટી દો. આ સિવાય તમે તેને પૂજા સ્થાન પર પણ રાખી શકો છો. આમ કરવાથી તમારું નસીબ થોડા જ દિવસોમાં ચમકી જશે.‌

રસ્તામાં આ વસ્તુઓ દેખાવવી શુભ માનવામાં આવે છે
ઘરની બહાર નીકળતી વખતે જો પાણીથી ભરેલું વાસણ, સફેદ ગાય, વાછરડાને દૂધ પીવડાવતી ગાય જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા બધા દ્રશ્યો જોવાથી દરેક કામમાં સફળતા મળે છે અને આ વસ્તુઓ જીવનમાં કોઈ સારી ઘટના બનવાનો સંકેત પણ આપે છે. આ સિવાય સવારે ઘરની બહાર નીકળતાની સાથે જ જો કોઈ ઘર સાફ કરતું જોવા મળે તો તે તેને મા લક્ષ્મીની કૃપાનો સંકેત માનવામાં આવે છે.

Gujaratnow2 min read

Related News