ઇવી-હાઇબ્રિડ સ્પર્ધા, ઇવીનું વેચાણ અઢીગણું,હાઇબ્રિડનું 32 ગણું વધ્યું

ઇવી-હાઇબ્રિડ સ્પર્ધા, ઇવીનું વેચાણ અઢીગણું,હાઇબ્રિડનું 32 ગણું વધ્યું

દેશમાં હાઇબ્રિડ વાહનોનું વેચાણ સમગ્ર રીતે ઇલેક્ટ્રિક વાહનો (ઇવી)ની તુલનાએ અનેકગણી ઝડપે વધી રહ્યું છે. જો આ ટ્રેન્ડ યથાવત્ રહેશે તો હાઇબ્રિડ મૉડલો સાથે કડી સ્પર્ધાનો સામનો કરવો પડશે. હાઇબ્રિડ કાર પેટ્રોલ-ડીઝલની સાથે ઇલેક્ટ્રિક કાર પર પણ ચાલે છે. તેનાથી તેની રનિંગ કૉસ્ટ ઘટી જાય છે.

ઑટોમોટિવ માર્કેટ રિસર્ચ કંપની જેટો ડાયનેમિક્સ અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી જુલાઇ સુધી ઇવીનું વેચાણ 131% વધીને 58,076 થયું હતું. પરંતુ આ દરમિયાન હાઇબ્રિડ વાહનોનું વેચાણ 32 ગણું (3,113%) વધીને 47,124 એકમ નોંધાયું હતું. તેની તુલનાએ જાન્યુઆરી-જુલાઇ 2022માં 25,100 ઇવી, જ્યારે માત્ર 1,467 હાઇબ્રિડ વાહનોનું વેચાણ થયું હતું. પરંતુ, આઇસીઇ (પેટ્રોલ-ડીઝલથી ચાલતા) વાહનોનું વેચાણ 5%થી પણ ઓછુ વધ્યું હતું. આ વર્ષે જુલાઇ સુધી અંદાજે 22 લાખ આઇસીઇ વાહનોનું વેચાણ થયું હતું. ગત વર્ષે સમાન સમયગાળામાં આ પ્રકારની 21 લાખ કારનું વેચાણ નોંધાયું હતું. આગામી સમયમાં વેચાણને વેગ મળશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow