એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાને ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 9 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા.

મેચ જીત્યા પછી ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવ્યા. અગાઉ, ટોસ પછી પણ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યા ન હતા.

ગ્રુપ-Aની આ મેચમાં ભારતીય બોલરોએ પાવરપ્લેથી જ દબાણ બનાવ્યું અને પાકિસ્તાની બેટર્સને અંત સુધી ઉપર આવવાનો મોકો ન આપ્યો. સાહિબઝાદા ફરહાન (40 રન) અને શાહીન આફ્રિદી (33 રન) સિવાય કોઈ પણ બેટર સારું પ્રદર્શન કરી શક્યો નહીં. કુલદીપ યાદવે 3 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી. હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીને એક-એક વિકેટ મળી.

ભારતીય ટીમ માટે ઓપનર અભિષેક શર્મા અને તિલક વર્માએ 31-31 રનની ઇનિંગ્સ રમી. જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે અણનમ 47 રન બનાવ્યા. સૂર્ય-તિલકે ત્રીજી વિકેટ માટે 56 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. પાકિસ્તાન તરફથી સૈમ અયુબે ત્રણેય વિકેટ લીધી.

મેચના પૂરી થયા પછી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ જીત ભારતીય સેનાને સમર્પિત કરી. તેણે એમ પણ કહ્યું કે અમે પહેલગામના પીડિત પરિવારો સાથે ઉભા છીએ. અમે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ, આ જીત આપણા તમામ સશસ્ત્ર દળોને સમર્પિત કરવા માંગીએ છીએ. આશા છે કે તેઓ આપણને પ્રેરણા આપતા રહેશે.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow
નેપાળ હિંસામાં માર્યા ગયેલા લોકો શહીદ કહેવાશે

નેપાળ હિંસામાં માર્યા ગયેલા લોકો શહીદ કહેવાશે

નેપાળના વચગાળાના વડાપ્રધાન સુશીલા કાર્કીએ કાર્યભાર સંભાળ્યા પછી કહ્યું કે Gen-Z આંદોલનમાં માર્યા ગયેલા લોકોને શહીદ જાહેર કરવામાં આવશે. પી

By Gujaratnow