એશિઝ સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર

આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત કરવામાં આવી છે. બેન સ્ટોક્સની કેપ્ટનશીપ હેઠળ, ઇંગ્લેન્ડ 21 નવેમ્બરથી 8 જાન્યુઆરી સુધી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પાંચ ટેસ્ટ મેચ રમશે.
ઓલી પોપ પાસેથી વાઇસ-કેપ્ટન પદ છીનવી લેવામાં આવ્યું છે. યુવા બેટર હેરી બ્રુકને તેના સ્થાને નિયુક્ત કર્યો છે. જુલાઈ-ઓગસ્ટમાં ભારત સામેની સિરીઝ દરમિયાન પોપે વાઇસ-કેપ્ટન તરીકે સેવા આપી હતી. જોકે, પોપ 16 સભ્યોની ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે.
ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે અને T20 સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે, જે ન્યૂઝીલેન્ડમાં યોજાનારી છે. ઓસ્ટ્રેલિયા જતા પહેલા, ટીમ 18 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન ત્રણ વન-ડે અને ત્રણ T20 મેચ રમવા માટે ન્યૂઝીલેન્ડ જશે.
ટીમમાં ઝડપી બોલરોનો સમાવેશ ઇંગ્લેન્ડની ટીમમાં છ ફાસ્ટ બોલરોનો સમાવેશ થાય છે. જોફ્રા આર્ચર સંપૂર્ણપણે ફિટ છે અને ઇંગ્લેન્ડના પેસ આક્રમણનું નેતૃત્વ કરશે. ટીમમાં બ્રાયડન કાર્સ, ગસ એટકિન્સન, મેથ્યુ પોટ્સ, જોશ ટંગ, માર્ક વુડ અને કેપ્ટન સ્ટોક્સ પણ અન્ય ફાસ્ટ બોલરો સાથે છે. ક્રિસ વોક્સ ફિટનેસના અભાવે બહાર થઈ ગયો છે. શોએબ બશીર અને વિલ જેક્સમાં બે સ્પેશિયાલિસ્ટ સ્પિનરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.