એરપોર્ટની જેમ રેલવે સ્ટેશન પર પણ સામાનનું વજન થશે

ભારતીય રેલવે ટૂંક સમયમાં ટ્રેનોમાં લઈ જવામાં આવતા સામાનના વજન અને કદ અંગે કડક નિયમો લાગુ કરવા જઈ રહી છે. આ નિયમો એરપોર્ટની જેમ જ હશે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ આ અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. સામાનના વજન અને કદ અંગેના આ નિયમો પહેલાથી જ અસ્તિત્વમાં છે, પરંતુ હવે તેનો કડક અમલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
રિપોર્ટ અનુસાર, આનો અમલ હાલમાં કેટલાક સ્ટેશનો પર કરવામાં આવશે. આ સ્ટેશનો પર, મુસાફરોએ ઇલેક્ટ્રોનિક વજન મશીનો પર તેમના સામાનનું વજન કરવું પડશે.
જો સામાન નિર્ધારિત મર્યાદા કરતા ભારે હોય અથવા વજનમાં હલકો હોવા છતાં ખૂબ જ ભારે (વધુ જગ્યા રોકે છે) હોય, તો તેના માટે વધારાનો ચાર્જ અથવા દંડ ચૂકવવો પડશે.