એપલે અમર સુબ્રમણ્યને AI ટીમના વાઇસ-પ્રેસિડેન્ટ બનાવ્યા
એપલે અમર સુબ્રમણ્યને તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યા છે. કંપનીએ તેમને 1 ડિસેમ્બરે હાયર કર્યા છે. સુબ્રમણ્ય જ્હોન જિયાનન્ડ્રિયાની જગ્યા લેશે, જે મે 2026માં નિવૃત્ત થઈ રહ્યા છે.
ગૂગલમાં સુબ્રમણ્ય ફાઉન્ડેશન મોડલ્સ, મશીન લર્નિંગ રિસર્ચ અને AI સેફ્ટી ટીમોનું નેતૃત્વ કરશે અને સોફ્ટવેર ટીમના વડા ક્રેગ ફેડરીકીને રિપોર્ટ કરશે. એપલમાં આ હાયરિંગ સિલિકોન વેલીના ટેલેન્ટ વોરનો એક ભાગ છે, જ્યાં ટોચના એન્જિનિયરોને ઊંચા પગાર અને બોનસથી આકર્ષવામાં આવી રહ્યા છે.
સુબ્રમણ્યએ 2009થી જુલાઈ 2025 સુધી 16 વર્ષ ગૂગલમાં કામ કર્યું. ગૂગલના AI આસિસ્ટન્ટ જેમિનીની એન્જિનિયરિંગ ટીમને પણ લીડ કરી. જુલાઈમાં માઇક્રોસોફ્ટમાં જોડાયા, પરંતુ 5 મહિનાથી પણ ઓછા સમયમાં માઇક્રોસોફ્ટ છોડીને એપલમાં આવી ગયા.
અમર સુબ્રમણ્ય: બેંગલુરુથી સિએટલ સુધીની સફર
અમર સુબ્રમણ્યા ભારતીય મૂળના AI રિસર્ચર છે. તેમનો જન્મ બેંગલુરુમાં થયો હતો. 2001માં બેંગ્લોર યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં બેચલર ઑફ એન્જિનિયરિંગ (BE)ની ડિગ્રી મેળવી. 2005-2009 દરમિયાન સીએટલની યુનિવર્સિટી ઑફ વોશિંગ્ટનમાંથી કમ્પ્યુટર સાયન્સમાં પીએચડી પૂર્ણ કરી.