ચીનમાંથી ભારતમાં થઈ કોરોનાની એન્ટ્રી, ભાવનગરનો શખ્સ કોરોના પોઝિટીવ, તંત્રમા દોડધામ

- બે દિવસ પહેલા ચીનમાંથી આવ્યો હતો
ચીનમાં કોરોનાથી સર્જાયેલી તબાહી વચ્ચે ભારતમાં પણ ચિંતા વધી છે. ચીનથી ગુજરાતના ભાવનગર પરત ફરેલા એક વ્યક્તિ કોરોના સંક્રમિત મળી આવ્યો છે. હવે તેમના સેમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે. 34 વર્ષીય બિઝનેસમેન કામ માટે ચીન ગયા હતા. 19 ડિસેમ્બરે ભારત પરત ફર્યા બાદ તેનો કોરોના ટેસ્ટ કરાયો હતો જેમાં તે પોઝિટવ નીકળ્યો હતો.

ભારતમાં BF.7 વેરિએન્ટના 4 કેસ
ભારતમાં અત્યાર સુધીમાં BF.7 વેરિએન્ટના 4 કેસ મળી આવ્યા છે. જેમાંથી ત્રણ ગુજરાતમાં મળી આવ્યા હતા. જો કે, ભારતમાં મળી આવેલા કોઈ પણ દર્દીમાં ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. BF.7 વેરિયન્ટ ચીનમાં હાલની લહેર માટે જવાબદાર હોવાનું કહેવાય છે. આ વેરિએન્ટે ચીનમાં ભારે તબાહી મચાવી છે. તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકોના મોત પણ થઈ રહ્યા છે.